વાજપેયીની જયંતિ નિમિતે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિતના નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી

નવીદિલ્હી, પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની આજે ૯૭મી જન્મ જયંતિ છે. આ અવસરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષામંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ સહિત કેટલાય ભાજપના દિગ્ગજાેએ સદૈવ અટલે પહોંચીને તેમને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.
આ અવસર પર કેટલાય અન્ય કેન્દ્રીય મંત્રી ઉપસ્થિત રહેની અટલ બિહારીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આપને જણાવી દઈએ કે, અટલ બિહારી વાજપેયીનો જન્મ ૨૫ ડિસેમ્બર ૧૯૨૪ના રોજ થયો હતો. તેઓ દેશના વડાપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતાઓમાના એક હતાં.
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટિ્વટ કરીને લખ્યું હતું કે, આદરણીય અટલજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. અટલજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. અમે રાષ્ટ્ર પ્રત્યેની તેમની સમૃદ્ધ સેવાથી પ્રેરિત છીએ.
તેમણે ભારતને મજબૂત અને વિકસિત બનાવવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. તેમની વિકાસની પહેલથી લાખો ભારતીયો પર સકારાત્મક અસર કરી છે. રાજનાથ સિંહે લખ્યું કે, હું અટલજીને તેમની જન્મજયંતિ પર નમન કરું છું.
તેઓ એક મહાન રાષ્ટ્રવાદી હતા, જેમણે એક પ્રતિષ્ઠિત વક્તા, એક અદ્ભુત કવિ, એક સક્ષમ વહીવટકર્તા અને નોંધપાત્ર સુધારાવાદી તરીકે પોતાની છાપ ઊભી કરી હતી. ભારતના જાહેર જીવનમાં અટલજીના અમૂલ્ય યોગદાનને ક્યારેય ભૂલી શકાશે નહીં.HS