વાજે ૧૭ ફેબ્રુઆરીએ ફોર્ટમાં સ્કોર્પિયોના માલિકને મળ્યા હતા
મનસુખ હિરેન અને વાજે વચ્ચે રસ્તા પર પાર્ક કરાયેલી વાજેની મર્સિડિઝમાં ૧૦ મિનિટ સુધી વાતચીત થઈ હતી
નવી દિલ્હી, ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકો ભરેલી સ્કોર્પિયો કાર મુકવાના કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેટિવ એજન્સીએ વધુ એક ખુલાસો કર્યો છે.
સીસીટીવી ફૂટેજના આધારે એનઆઈએ અને એટીએસની તપાસમાં બહાર આવ્યુ છે કે, ૧૭ ફેબ્રુઆરીએ ફોર્ટ વિસ્તારમાં પોલીસ અધિકારી સચિન વાજે અને સ્કોર્પિયો કારના માલિક મનસુખ હિરેન વચ્ચે મુલાકાત થઈ હતી. બંને વચ્ચે રસ્તા પર પાર્ક કરાયેલી વાજેની મર્સિડિઝમાં ૧૦ મિનિટ સુધી વાતચીત થઈ હતી.
દરમિયાન એનઆઈએ દ્વારા વાજેના કમ્પાઉન્ડમાંથી એક બીજી મર્સિડિઝ અને ટોયોટાની લેન્ડ ક્રુઝર કાર જપ્ત કરવામાં આવી છે. આ કારનો ઉપયોગ વાજે કરતા હતા. સૂત્રોનુ કહેવુ છે કે, મનસુખ હિરેનના મોતને સબંધ આ કાર સાથે હોઈ શકે છે. જપ્ત કરાયેલી ટોયોટો કારના માલિક શિવસેનાના રત્નાગીરીના નેતા વિજય ભોંસલે છે.
એજન્સીનો દાવો છે કે, આ મમલામાં વાજે સાથે બીજા ૬ લોકોની સંડોવણી છે. એજન્સી દ્વારા વાજેના ઘરમાંથી એક શર્ટ અને બીજા કેટલાક પૂરાવા એકઠા કરવામાં આવ્યા છે.