વાઝે દેશમુખ વિરુદ્ધ સરકારી ગવાહ બનવા માંગે છે
મુંબઈ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ જણાવ્યું હતું કે તે બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાઝેના પત્ર પર સકારાત્મક વિચારણા કરી રહ્યું છે, જે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ અને તેમના સંબંધીઓ વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસમાં સરકારી ગવાહ બનાવા માંગે છે.
વાઝે આ કેસમાં સહ-આરોપી છે અને તેણે જેલમાંથી EDને લખેલા પત્રમાં માફી માંગી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે યોગ્ય સમયે વાઝે સામે ઉપલબ્ધ પુરાવાનું મૂલ્યાંકન કર્યા પછી ર્નિણય લેવામાં આવશે. સરકારી ગવાહ બનવા માટે, વાઝેએ કોર્ટ સમક્ષ અરજી કરવાની જરૂર છે, જે આદેશ પસાર કરતા પહેલા EDની દલીલોને પણ સાંભળશે.
સૂત્રોએ જણાવ્યું કે ED ઓફિસને વાઝેની અરજી મળી છે, અને આ અરજીનો જવાબ આપવા માટે ગુરુવારે એન્સફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના વરિષ્ઠ અધિકારીઓને ફોરવર્ડ કરવામાં આવી હતી. મહત્વનું છે કે બુધવારે અણધાર્યું પગલું ભરતા વાઝેએ ચાંદીવાલ કમિશન સમક્ષ એફિડેવિટ દાખલ કરીને જણાવ્યું હતું કે દેશમુખને ક્લીન ચિટ આપતી પેનલ સમક્ષ પોતે આપેલા અગાઉના નિવેદનો આપવા માટે તેને “બળજબરી” દ્વારા મજબૂર કરવામાં આવ્યો હતો. તેણે કહ્યું કે પોતે “દેશમુખ અને તેમની સાથે સંકળાયેલા લોકોને રુપિયા ચૂકવ્યા અને આ બધુ તેણે તેમની સૂચનાઓ પર કર્યું છે.
દરમિયાન, દેશમુખના વકીલ ઈન્દરપાલ સિંહે એક વિડિયો નિવેદન બહાર પાડ્યું જેમાં તેમણે કહ્યું, વાઝેને તે કેસમાં સરકારી ગવાહ બનાવાનો કોઈ અધિકાર નથી. જે કેસમાં ખુદ EDએ તેને આરોપી નંબર ૧ તરીકે ટાંક્યો છે.
વાઝેની આ કેસમાં મુખ્ય ભૂમિકા હતી. તેની અને સિંહની વચ્ચે ગુપ્ત બેઠક થઈ હતી. તેઓ ભૂતપૂર્વ ગૃહમંત્રીને ફસાવીને બદનામ કરવાનું કાવતરું કરી રહ્યા છે. પૂર્વ સહાયક પોલીસ નિરીક્ષક (એપીઆઈ)એ કહ્યું, હું તમને વિનંતી કરું છું કે કૃપા કરીને મને દંડ પ્રક્રિયા સંહિતા (સીઆરપીસી) ની કલમ ૩૦૬, ૩૦૭ પર માફી પ્રદાન કરવા માટે આ અરજી પર વિચાર કરો.
અહીં એ નોંધવું રહ્યું કે સીઆરપીસીની કલમ ૩૦૬ અને ૩૦૭ કોઈ ગુનામાં સાથીને માફી આપવા માટે કોર્ટની શક્તિઓને સંબંધિત છે. આ કિસ્સામાં સંબંધિત એક અન્ય ઘટનાક્રમમાં ઈડીએ બુધવારે અહીં એક વિશેષ કોર્ટ સમક્ષ દેશમુખની જામીન અરજીનો વિરોધ કરતાં કહ્યું કે આમાં કોઈ વિશેષ વાત નથી અને તેમની જામીન અરજી રદ કરવા યોગ્ય છે.