વાડજઃ વૃદ્ધા પાસેથી સોનાનાં દાગીના પડાવી રૂમાલમાં પથરા અને પુંઠા આપી દીધા
બે સ્ત્રીને મદદ કરવાનું વૃદ્ધાને ભારે પડયું |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: એક તરફ સ્થાનિક એજન્સીઓ અને પોલીસની ટીમો સઘન કાર્યવાહી કહીને રીક્ષામાં લુંટ કરતી ગેંગ ચેઈન સ્નેચરો જેવાં અનેક ગુનામાં સંડોવાયેલાં ઈસમોને કેટલાંક દિવસથી ઝડપી રહી છે. બીજી તરફ અનનવાં બહાનાં બનાવી નાગરીકોને ફસાવી તેમનાંદાગીના ઉતરાવી લેતી ટોળકીઓ હજુ પણ સક્રીય છે. વાડજમાં રહેતી ૭૦ વર્ષીય વૃદ્ધાને ગત રોજ આવી જ એક ટોળકી મળી વૃદ્ધાની સોનાની ચેઈન અને વીંટી ઉતરાવી દીધી હતી.
આ ઘટનાક્રમની વિગત એવી છે કે દીનાબેન ચૌહાણ હુડકો ફલેટ જુના વાડજ ખાતે રહે છે. ગઈકાલે સવારે તેમની બહેનનાં સાસરે કલોલ ખાતે ગયા હતા. જયાથી પરત ફરીને જુના વાડજ ખાતે ઉતર્યા હતા અને ચાલતાં ચાલતાં ઘરે જતાં હતાં.
એ વખતે સોરાબજી કંપાઉન્ડ આગળ બે સ્ત્રીઓ તેમને મળી હતી. જેમાંથી ૩પ વર્ષની લાગતી સ્ત્રીએ શેઠે નોકરીમાંથી કાઢી મુકતાં રૂપિયા નથી. ભુખ લાગી છે. તેથી ખવડાવવા આજીજી કરી હતી. જયારે તેની સાથે રહેલી પ૦ વર્ષીય સ્ત્રીએ બિચારી ભુખી છે. ચલો એને જમાડી દઈએ તેમ કહેતાં દિનાબેને તેને નાસ્તો કરાવ્યો હતો.
દરમ્યાન દિનાબેનને ચોરો રીક્ષામાં બેસાડી રામાપીરનાં ટેકરા તરફ લઈ ગયા બાદ પ૦ વર્ષીય †ીએ અન્ય †ીનીઆપણે મદદ કરવી જાઈએ તેમ કહી પોતાનાં ગળામાંથી સોનાનો દોરો ઉતારી એક રૂમાલમાં મુકયો હતો. અને દિનાબેને ના પાડવા છતાં તેમનો પણ દોરો તથા વીંટી ઉતરાવીને રૂમાલમાં મુકયા હતા. દરમ્યાન ઘણો સમય થતાં ફરી †ી માટે નાસ્તો લેવાનાં બહાને તે ગઈ હતી અને થોડીવારે પરત ફરી હતી.
બાદમાં બંને સ્ત્રીઓ જતી રહી હતી. જતાં જતાં રૂમાલ દિનાબેનને આપ્યો હતો. જે પોલીસે તપાસતાં અંદરથી તેમનો દોરો અને વીંટીના બદલે વાયર પથરા તથા પુંઠા નીકળ્યા હતા. ઘરે પહોચીને આ અંગે તેમણે પોતાનાં પુત્રોને જણાવતાં તેમણે વાડજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરીયાદ નોધાવી છે.