વાડજની પરણીતા પર દુષ્કર્મના પ્રયાસ મામલે PSIની ધરપકડ
(પ્રતિનિધિ) અમદાવાદ, ગયા વર્ષે વાડજ વિસ્તારનાં એક પીએસઆઈ પર દુષ્કર્મનો પ્રયાસ કરવાના મામલે એક પરણીતાએ ફરીયાદ નોંધાવી હતી જયારે એ જ પોલીસ સ્ટેશનના બીજા પીએસઆઈએ મહીલાએ ફરિયાદ ન નોંધાવવા માટે ધાકધમકીઓ આપી હતી. આ ઘટના બાદ પરણીણાએ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજુઆત કરી હતી જેને પગલે ક્રાઈમબ્રાંચને સોંપવામાં આવતા છેવટે આ બનાવવમાં આરોપી પીએસઆઈની ધરપકડ કરવામાં આવી છે.
ઘટનાની વિગત એવી છે કે ગત ૭ ઓકટોબર ર૦૧૯ના રોજ વાડજ વિસ્તારની એક મહીલાનો પતિ ગુમ થતા તેણે વાડજ પોલીસ સ્ટેશનમાં પોતાની ફરીયાદ નોંધાવવી હતી જેને પગલે પીએસઆઈ આર.આર. મિશ્રાએ તેમને મેસેજ કરીને આશ્રમ રોડ પરની એક હોટલમા મળવા બોલાવી હતી જયાં તેની સાથે બળજબરીનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટના બાદ ગભરાયેલી મહીલાએ પીએસઆઈ મિશ્રા વિરુધ્ધ ફરીયાદ નોંધાવતા પ્રયત્ન કર્યો હતો. પરંતુ અન્ય એક પીએસઆઈ એ.પી પરમારે ફરીયાદ ન નોંધાવવા મહીલાને દબાણ કરી ધમકીઓ આપી હતી જેને પગલે મહીલાએ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ પોતાની આપવીતી રજુ કરતાં આ મામલે તપાસ કરવા સુચના આપવામાં આવી હતી. દરમિયાન પીએસઆઈ મિશ્રાની બદલી સાયબર ક્રાઈમમાં કરવામાં આવી હતી. ઘટનાની તપાસ ક્રાઈમબ્રાંચના એસીપી ડીપી ચુડાસમાએ શરૂ કર્યા બાદ પીએસઆઈ મિશ્રાની છેવટે ધરપકડ કરવામાં આવી છે.