વાડજમાં આવેલી પંચશીલ સોસાયટીમાં થયેલી ૭૦ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો
આરોપીઓ રાત્રે ઘરની બારીની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશતા હતા. ત્યારે આરોપી બંધ મકાનમાં જ ચોરી કરતા હતા. આરોપીઓએ પશ્ચિમ વિસ્તારને જ ટાર્ગેટ કરતા હતા.
અમદાવાદમાં તાજેતરમાં જ થયેલ વાડજ ઉસમાનપુરામાં આવેલ પંચશીલ સોસાયટીમાં ૭૦ લાખની ચોરી થઇ હતી-ચોરી કરતી ટોળકીને શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડીે
અમદાવાદ, અમદાવાદ શહેરમાં દિવસે દિવસે ચોરીના ગુના વધી રહ્યા છે ત્યારે આવી ચોરી કરતી ટોળકીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. જેમાં ઘરફોડ ચોરી કરતી ટોળકીને ઝડપીને ૧૭ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. જ્યારે આરોપીઓ પાસેથી ૬૯ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
હાલ તો આ આદતી ગુનેગારો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવા પ્રયાસો પોલીસ કરી રહી છે. અમદાવાદમાં તાજેતરમાં જ થયેલ વાડજ ઉસમાનપુરામાં આવેલ પંચશીલ સોસાયટીમાં ૭૦ લાખની ચોરી થઇ હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાંચએ ષ્ઠષ્ઠંદૃ ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરી તેમને ઝડપી પાડ્યા છે.
https://westerntimesnews.in/news/140639
આરોપીઓ વિરૃદ્ધ આગાઉ પણ પાસા થયેલ છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ત્યારે ચોરી કરતી ટોળકી રાત્રીના સમયે જ ચોરીના ગુનાને અંજામ આપતા હતા. પોલીસ ગિરફતમાં ઉભેલા આરોપી કિરણ ઉર્ફે હોઠાળો, વિજય દંતાણી અને જયેશ દાતનીયા ઉર્ફે બડીયો છે.
ત્યારે આરોપીઓની મોડસ ઓપરેડનસીની વાત કરીએ તો આરોપી દિવસ દરમ્યાન રેકી કરીને બંધ મકાન જણાય ત્યા રાત્રે ચોરી કરતા હતા અને આરોપીઓ રાત્રે ઘરની બારીની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશતા હતા. ત્યારે આરોપી બંધ મકાનમાં જ ચોરી કરતા હતા. આરોપીઓએ પશ્ચિમ વિસ્તારને જ ટાર્ગેટ કરતા હતા. ત્યારે પોલીસે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.