Western Times News

Gujarati News

વાડજમાં દારૂ પીને છાકટા બનેલા લુખ્ખા તત્ત્વોનો આતંક

ખુલ્લેઆમ તલવારો સાથે રાહદારીઓ અને વાહનચાલકો પર હુમલો

અમદાવાદ : શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિ સાવ કથળી ગઈ છે જેના પુરાવારૂપની ઘટનાઓ અવાર નવાર સામે આવતી રહી છે લુખ્ખા તત્વો અવારનવાર પ્રજાને ડરાવવા ધમકાવવા માટે કોઈ કારણ વગર સાથે નીકળી પડે છે અને ધાક ધમકી આપતાં આવા તત્વોનો કોઈ પ્રતિકાર કરે તો તેમને ઢોર માર મારવામાં આવે બની છે. જૂઓ વિડીયો

જુના વાડજ એએમટીએસ બસ સ્ટેન્ડમાં નજીક સોરાબજી કંપાઉન્ડમાં કેટલાંક માથાભારે શખશો દારૂ પીધા બાદ હાથમાં તલવારો તથા અન્ય હથિયારો લઈ ધમાલ કરી રહ્યા હતા. ઉપરાંત રાત્રે આવતા જતા રાહદારીઓ રોકીને તેમની પણ ધમકાવતા હતા આ અંગેનો વિડીયો પમ સોશીયલ મિડીયામાં વાઈરલ થયો હતો

જેમા નશામાં લુખ્ખાઓ આવે છે કેટલીક વખત સામાન્ય નાગરીકો સાથે અકારણ ઝઘડા કરી તેમને ગંભીર રીતે ધાયલ કરતા આવા અસામાજીક તત્વો પોતાની ધાક જામાવવા કોઈપણ હદ સુધી જતા હોય છે ઉપરાંત દારૂબંધીનાં પણ ઉઠાવતા હોય છે આવી જ એક ઘટના શનિવારે રાત્રે વાડજ વિસ્તારમાં બની છે. જમા હાથમાં ખુલ્લી તલવારો સાથે ગુંડા તત્વોએ દારૂ પીને ધમાલ મચાવ્યુ બહાર આવ્યુ છે.

એક તરફ પોલીસ તંત્ર દ્વારા સતત પેટ્રોલિગના દાવા કરવામાં આવે છે ૨૪ કલાક શહેરની સુરક્ષામાં તૈનાત પોલીસની વાનો મોટેભાગે દ્વિચક્રી વાહનોને રોકી તેમને તપાસમાં વ્યસ્ત હોય છે બીજી તરફ અસામાજીક તત્વો પોલીસની કોઈપણ પ્રકારની બીક વગર અવારનવાર ખુલ્લેઆમ તલવારો જેવા ધાતક હથિયારો સાથે જાહેર ધમાલ મચાવે છે વાડજમાં સોરાબજી કંપાઉન્ડમાં પણ શનિવારે રાત્રે આવી ઘટના ધમાલ કરતા નજરે પડ્યા હતા.

સુત્રોના જણાવ્યા અનુસારે તમામ શખ્શો વોન્ટેડમાં બુટલેગર તથા તેનાં સાગરીતો હતા જેમની સામે પોલીસ ફરીયાદો પણ થયેલી છે જા કે તમામ શખ્શો ખુલ્લે આમ ફરતા છતા પોલીસ તેમની પકડી શકતી નથી શનિવાર રાતની આ ઘટના બાદ પોલીસે ફરીયાદ દાખલ કરી હોવાનું જાણવા મળ્યુ છે કે કોઈની અટક હજી સુધી કરવામાં આવી નથી. બીજી તરફ પોલીસ તપાસ ચલાવી રહી છે જે પૂર્ણ થયા બાદ સત્ય સામે આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.