Western Times News

Gujarati News

વાડજમાં નિવૃત્ત DYSPના ઘરમાં તસ્કરો ત્રાટક્યા

અમદાવાદ: શહેર પોલીસની નિષ્ક્રીયતાનો ફાયદો ઉપાડી રહેલા તસ્કરો હવે બેફામ બન્યા છે અને ખુદ પોલીસ જવાનોના ખિસ્સાં સુધી આ તસ્કરોના હાથ પહોચ્યા છે આ પરીસ્થિતિમાં  વાડજ વિસ્તારમા રહેતા એક નિવૃત્ત ડીવાયએસપીના ઘરમા ચોરી થતા ચકચાર મચી છે અને પોલીસ દોડતી થઈ છે જ્યારે તસ્કરો પોલીસના મોચે લપડાક મારીને બિદાસ્ત રીતે ધુમી રહ્યા છે નિવૃત્ત ડીવાયએસપીના ઘરમાંથી રૂપિયા બોતેર હજારનો મુદ્દામાલ ચોરી થયો છે. નિવૃત્ત ડીવાયએસપી કિરણકુમાર રાઠોડ વિદ્યાનગર સોસાયટીમાં ઉસ્માનપુરા ખાતે રહે છે


પરીવારમાં તેમનો પુત્ર મોટે ભાગે મુંબઈ ખાતે રહે છે જ્યારે પુત્ર ડોક્ટર તરીકે કાર્યરત છે બુધવારે સવારે સાડા દસ વાગ્યે કિરણકુમાર અને તેમના પત્ની ઘરે હજાર હતા કોઈ કારણોસર તે ઉપરના માળે આવેલા રૂમમાં ગયા હતા જ્યાથી ગણતરીની મિનિટોમાં જ પરત ફરતા નીચે આવેલાં તેમના બેડરૂમના દરવાજા તેમણે ખુલ્લા જાયા હતા જે અંગે પુછતા પત્નીએ પોતે અજાણ હોવાનુ કહ્યુ હતુ

જેથી કિરણકુમારે બેડરૂમમા તપાસ કરતા લોકરમાથી ઘરેણા ભરેલુ બોક્ષ ગાયબ હતુ ઉપરાંત કેટલીક રોકડ પણ ચોરાઈ હતી બાદમા કિરણકુમાર સોસાયટીના સીસીટીવી કંટ્રોલ રૂમ ખાતે જાતા એક શાકાસ્પદ ઈસમ તેમના પ્રથમ તેમના પડોશી પછી મુખ્ય દરવાજા ખોલી તેમના ઘરમા પ્રવેશતા દેખાયો હતો. સીસીટીવીમાં ફુટેજ જાઈ કિરણકુમારના પત્નીએ જણાવ્યુ હતુ કે આ ઈમસ તેમના કંપાઉન્ડમાં ઘુસ્યો એ વખતે ેતને પુછતા તેણે પોતાની અનાથ આશ્રમના કર્મચારીની ઓળખ આપી હતી બાદમા તે જતો રહ્યો હતો.

આ અંગે કિરણભાઈએ વાડજ પોલીસ સ્ટેશનમાં આ અજાણ્યા શખ્શ વિરુદ્ધ ૫૨ હજારની રોકડ અને ધરેણા સહીત કુલ બોતેર હજારની મતા ચોરી જવાની ફરીયાદ નોધાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.