વાડજમાં પાડોશી મહીલાનો વિડીયો ઉતારતાે હવસખોર યુવક ઝડપાયો
બાપુનગરમાં પિતરાઈ બહેનનાં મિત્રએ સગીરાની લાજ લેવાનો પ્રયત્ન કર્યો |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ:શહેરમાં મહીલાઓ સાથે બનતી અઘટીત ઘટનાઓમાં દિન પ્રતિદીન વધારો થઈ રહયો છે. અવારનવાર વિવિધ વિસ્તારોમાં મહીલાઓની છેડતી તથા શારીરિક-માનસિક રીતે પરેશાન કરવાની ફરીયાદો વધી રહી છે. આવી જ વધુ બે ઘટના શહેરનાં વાડજ તથા બાપુનગરમાંથી સામે આવી છે. વાડજમાં નહાવા ગયેલી પરીણીતાનો વિડીયો ઉતારતાં હવસખોર પાડોશીને રંગેહાથે ઝડપી પાડતાં તે ભાગી ગયો હતો.
જયારે બાપુનગરામં બહેનનાં મિત્રએ યુવતીને બોલાવી ઝઘડો કરી તેની લાજ લેવાનો પ્રયત્ન કર્યો હતો.જુના વાડજ દધીચી બ્રિજ પાસે દુધનાથ મહાદેવની ચાલી ખાતે સુરેશભાઈ વાઘેલા તેમનાં પરીવાર સાથે રહે છે. તેમની પાડોશમાં વિજય દલપતભાઈ વાઘેલા નામનો શખ્સ રહે છે. જેનું બીજું ઘર સાબરમતી ખાતે છે.
વિજય મોટેભાગે સાબરમતી ખાતે રહે છે. અને કયારેક વાડજ ખાતેનાં ઘરે આવે છે. ગઈકાલે સવારે સુરેશભાઈનાં પત્ની ધર્મીષ્ઠાબેન (૩૮) બાથરૂમમાં નહાવા ગયા એ સમયે તેમને કંઈક અવાજ આવતાં તે ચોકયા હતા. ઉપર તરફ જાતાં બાથરૂમ ઉપર ઢાંકેલા લોખંડના પતરાંમાં જગ્યા કરી કોઈ શખ્સ હાથ નાખી તેમનો વિડીયો ઉતારતો હતો. જેથી ધર્મીષ્ઠાબેન બુમાબુમ કરી તેનો હાથ પકડી લીધો હતો. પરંતુ શખ્સ હાથ છોડાવી ભાગ્યો હતો.
પરંતુ બુમાબુમ થતાં પાડોશીઓ અને પરીવારજનો એકઠાં થઈ જતાં તેમણે વીડીયો ઉતારનાર હવસખોર પાડોશી વિજયને રંગેહાથ ઝડપ્યો હતો. જા કે લાજવાને બદલે વિજયે તમામ લોકો સાથે ઝઘડો કરીને પોલીસમાં ફરીયાદ કરી તો કુટુંબીજનોને મારી નાખીશ તેવી ધમકી આપીને ત્યાંથી ભાગી ગયો હતો.
જેથી ધર્મીષ્ઠાબેને પતિને વાત કરીને પોલીસને સ્ટેશને ફરીયાદ નોંધાવી હતી. જયાં વિજય વાડજ ખાતેનાં ઘરે આવે ત્યારે વારંવાર તેમની સામે જાઈ બિભત્સ ઈશારા કરતો હોવાનાં આક્ષેપ કર્યા હતા. જા કે ઝઘડો ન થાય એ માટે તેમણે પતિને કંઈ જણાવ્યું ન હતું.
જયારે બીજા બનાવ બાપુનગર ખાતે બન્યો હતો. જેમાં ગુજરાત હાઉસીગ બોર્ડના મકાનમાં રહેતી એક સત્તર વર્ષીય સગીરાએ ફરીયાદ કરી છે. કે ગુરુવારે બપોરે બે વાગે મામાની દીકરીએ તેને ફોન કરીને શ્રીજી વિધાલય ખાતે બોલાવી હતી. જા કે ત્યાં પહોંચતા પિતરાઈ બહેનનાં બદલે તેનો મિત્ર મયુરસિંહ દિલીપસિંહ વાઘેલા (આશાપુરાની ચાલી બાપુનગર) મળી આવ્યો હતો.
જેણે ‘તું તારી બહેનને હું બીજી છોકરીઓ સાથે વાત કરું છું એવું કેમ કહે છે ?” કહીને તેની સાથે ઝપાઝપી કરી ગાળો બોલી હતી. ઉપરાંત સગીરાના જણાવ્યાનુસાર મયુરે તેની છાતી પર હાથ નાખ્યા બાદ લાજ લેવાનો પ્રયત્ન કરતાં સગીરાએ બુમાબુમ કરી મુકી હતી. જેથી રાહદારીઓ એકત્ર થઈ જતાં મયુર ત્યાંથી ભાગી ગયો હતો.
ગભરાયેલી સગીરાએ ઘરે પહોંચીને પરીવારને વાત કરતાં ચોકી ઉઠેલાં કુટુંબીજનો તેને લઈ પોલીસ મથકે પહોચતા હતા. જયાં મયુર વિરૂધ્ધ ફરીયાદ લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.