વાડજમાં પાણી માટે વલખાં મારતા નાગરીકો
અખબારનગર અને કોતરપુર વોટર વર્કસ પાસે મુખ્ય લાઈનમાં
|
અમદાવાદ : અમદાવાદ શહેરમાં અસહ્ય ઉકળાટ વચ્ચે વરસાદી ઝાપટાં પડી રહ્યા છે એના પરિણામે નાગરીકો બફારાથી ત્રસ્ત થઈ ગયા છે. આ પરિસ્થિતિમાં પીવાના પાણીની પણ અછત સર્જાવા લાગી છે. જ્યારે શહેરના નવાવાડજ અખબાર સર્કલ પાસે અને કોતરપુર વાટર વર્કસ પાસે મુખ્ય લાઈનમાં પડેલા ભંગાણ પડતા તેની મરામતનું કામ આજથી શરૂ થતાં શહેરમાં ચાર ઝોનમાં આજથી બે દિવસનો પાણીકાપ મુકવામાં આવ્યો છે જેના પરિણામે આ વિસ્તારોમાં સવારથી જ પીવાનું પાણી મેળવવા માટે નાગરીકો અહીંતહીં ભટકતા જાવા મળી રહ્યા છે. આ વિસ્તારોમાં પીવાના પાણીના ટેન્કરો પણ ફરી રહ્યા છે.
અગાઉથી જાહેરાત કરાયેલી હોવાથી કેટલાંક નાગરીકોએ પાણીનો સંગ્રહ કરી લીધો હતો. પરંતુ મોટાભાગના નાગરીકો પીવાના પાણીથી વંચિત રહ્યા હતા. જેના પરીણામે ભારે રોષ જાવા મળી રહ્યો છે. જ્યારે બીજી બાજુ કોર્પોરેશન દ્વારા જેટલું બને એટલે વહેલું સમારકામ પૂરી કરી પાણી પુરવઠો યથાવત રીતે આપવાનો પ્રયાસ શરૂ કરાશે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં હજુ સુધી પુરતા પ્રમાણમાં વરસાદ પડ્યો નથી. આ ઉપરાંત અસહ્ય ગરમી વચ્ચે પીવાના પાણીની પણ સમસ્યા સર્જાવા પામી છે.કેટલાંક વિસ્તારોમાં દુષિત પાણી આવતું હોવાને કારણે રોગચાળો ફેલાયો છે. કેટલાંક વિસ્તારોમાં પુરતા પ્રેશરથી પાણી ન આવતા નાગરીકો ત્રસ્ત બની ગયા છે. શહેરમાં પીવાના પાણીની અછત વચ્ચે બે સ્થળોએ પાણીની મુખ્ય પાઈપલાઈનમાં ભંગાણ પડ્યુ છે.
અખબારનગર અંડરપાસે નજીક અને કોતરપુર વાટર વર્કસ પાસે મુખ્યલાઈનમાં પડેલા ભંગાણની જાણ થતાં કોર્પોરેશનના અધિકારીઓ દોડતા થઈગયા હતા. મુખ્ય પાઈપલાઈનમાં ભંગાણ પડવાને કારણે તેની મરામતનું કામકાજ શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. શુક્રવારે કોર્પોરેશન દ્વારા પાણી કાપની સત્તાવાર જાણ કરવામાં આવી હતી.
શહેરના ચાર ઝોનમાં પાણીકાપ મુકવામાં આવ્યો છે. અખબારનગર અને કોતરપુર વાટર વર્કસ પાસે પડેલા ભંગાણને કારણે કોર્પોરેશનના અધિકારીઓ વહેલી સવારથી જ બંન્ને સ્થળોએ પહોંચી ગયા હતા. અને અગાઉથી કરાયેલા નિર્ણય મુજબ મુખ્ય પાઈપલાઈનની મરામતની કામગીરી શરૂ કરાઈ હતી.
મરામતની કામગીરીને કારણે મુખ્ય પાઈપલાઈનમાં પાણીનો પ્રવાહ અટકાવી દેવામાં આવ્યો હતો. કોર્પોરેશન દ્વારા અગાઉથી જ શહેરના ચાર ઝોનમાં બે દિવસનો પાણીકાપ જાહેર કરી દેવાયો છે. અને એ મુજબ આજે સવારથી જ કોર્પોેશનના અધિકારીઓ દ્વારા મરામતની કામગીરી શરૂ કરી દેવાઈ છે. બીજી બાજુ શહેરના મોટાભાગના વિસ્તારોમાં પીવાનું પાણી નહીં આવતાં અફડાતફડીનો માહોલ સર્જાયો છે.
અમદાવાદ શહેરમાં બે દિવસના પાણીકાપનો અમલ સવારથી જ શરૂ થઈ ગયો છે અને પીવાના પાણી માટે નાગરીકો અહીંતહીં ભટકવા જાવા મળી રહ્યા છે. બીજી બાજુ પાણીકાપને કારણે પાણીના ટેન્કરો સપ્લાય કરતાં વેપારીઓ પણ આ પરિસ્થિતિ લાભ ઉઠાવી રહ્યા છે. સવારથી જ ચારેય ઝોનમાં પીવાના પાણીના ટેન્કરો દોડતા જાવા મળી રહ્યા છે.
શહેરના ચાર ઝોનમાં મુકાયેલા પાણીકાપને પગલે ખાસ કરીને મહિલાઓ ખુબ જ પરેશાનીમાં મુકાઈ ગઈ છે. પીવાનું પાણી નહીં મળવાને કારણે પાણીના કેરબાઓ મંગાવવામાં આવ્યા છે. જેના પરિણામે આ વિસ્તારોમાં ઠેર ઠેર પાણી કેરબાઓ ભરેલી રીક્ષાઓ ફરી રહી છે. આજે વહેલી સવારથી જ બંન્ને સ્થળોએ મરામતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મ્યુનિસિપલ અધિકારીઓ પણ નાગરીકોની મુશ્કેલી ન વધે એ માટે મરામતનું કામ વહેલી તકે પૂર્ણ કરવા તનતોડ પ્રયાસ કરી રહ્યા છે.
લાંબા સમય બાદ અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં પાણીકાપ મુકાયો છે. આ પરિસ્થિતિમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગ મુશ્કેલીમાં મુકાયો છે. બે દિવસના પાણીકાપની જાહેરાત છતાં મરામતનું કામ ઝડપથી પૂર્ણ થઈ જશે તો વહેલું પાણી આપવાનો પણ નિર્ણય લેવાયો છે. જા કે હાલમાં મરામતનું કામ કેટલું ચાલશે એ સતાવાર રીતે કશું જાહેર કરવામાં આવ્યુ નથી.