વાડજમાં ૩૦ લોકોના ટોળાએ ઘરમાં તથા વાહનોમાં તોડફોડ કરતાં રાયોટિંગનો ગુનો દાખલ
ઘરનો સામાન પણ સળગાવી દીધો, કારણ અકબંધ, તપાસ ચાલુ
અમદાવાદ, શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહેતું છે. ટોળા બનાવીને એકબીજા પર હથિયારબધ્ધ હુમલા કરવાની ઘટનાઓ પણ વારંવાર પ્રકાશમાં આવી રહી છે. આ પરિસ્થિતિમાં વાડજમાં મંગળવારે રાત્રે એક પરિવાર હજુ ઘરમાં જમી રહ્યો હતો.
એ સમયે અચાનક જ ૨૫-૩૦ લોકોનું ટોળું હથિયાર લઈને ઘુસી ગયું હતું. પરિસ્થિતિ પામી જતા એક મહિલા તુરત બાળકોને લઈને બાથરૂમમાં પુરાઈ જતા તે બચી ગઈ હતી. અને બહાર આવી ત્યારે ટોળાએ ઘરનો સામાન તોડફોડ કરીને સળગાવી નાખ્યો હતો. ઉપરાંત પાડોશી ના મકાનોને નુકશાન પહોચાડ્યું હતું અને વાહનોમાં પણ તોડફોડ કરી હતી.
આ ઘટનાની વિગત એવી છે કે કમળાબેન ભીખાભાઇ મેવાડા વાડજમાં રામાપીરના ટેકરા નજીક આવેલી ક્રિષ્ણનગરની ચાલીમાં રહે છે, મંગળવારે રાત્રે તે પોતાના પુત્ર ભરતભાઇના સંતાનો, પુત્રી જ્યોતિબેન તથા સંબંધી મીનાબેન સાથે ઘરે જમવા બેઠા હતા
ત્યારે રાત્રે દસ વાગ્યાના સુમારે અચાનક અરવિંદ પરમાર, હરખો, કરણ રાવત, કિરણ રાવત , સાનિયો , પિયુષ બારોટ, હમીયો (તમામ રહે. રામાપીરનો ટેકરો) તથા અન્ય ૨૫ કેટલા લોકો તલવારો, પાઇપ તથા લાકડીઓ લઈને તેમના ઘર ઘરનો દરવાજાે તોડી અંદર ઘુસી આવ્યા હતા અને પથ્થર મારો કર્યો હતો. ઘટનાનો ખ્યાલ આવતા સમય સુચકતા વાપરી કમળાબેન તેમના પૌત્રોને લઈને બાથરૂમમાં ઘુસી ગયા હતા. અને અંદરથી પોલીસને જાણ કરી હતી.
દરમિયાન ટોળું તેમના ઘરમાં ભયંકર તોડફોડ કરી હતી ઉપરાંત કેટલોક સામાન સળગાવી દીધું હતું. થોડી વાર બાદ શાંતી થતા તમામ બહાર આવ્યા હતા. અને ઘરની હાલત જાેઈ તમામ ડરી ગયા હતા તથા પાડોશીઓની મદદથી આગ બુઝાવી હતી.
ઘરની બહાર આવીને જાેતા તેમની બે રીક્ષાઓ, એક્ટિવ તથા અન્ય વાહનો માં પણ નુકશાન થયાની તેમને જાણ થઇ હતી. ટોળાએ આસપાસના મકાનોને પણ નુકસાન પહોચાડ્યું હતું. પોલીસે ટોળા વિરુદ્ધ રાયોટિંગનો ગુનો દાખલ કરીને તાપસ શરુ કરી છે.