વાડજમાં PCBની રેડઃ સાડા ત્રણ લાખનો વિદેશી દારૂ ઝડપાયો
ફરાર બુટલેગર જથ્થો સાચવવા મહિલાને રોજના ત્રણ હજાર ચુકવતો |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, રાજ્યમાં કડક દારૂબંધી હોવા છતાં નાગરીકોની માંગને પહોંચી વળવા માટે બુટલેગરો યેનકેન પ્રકારેણ અન્ય રાજ્યોમાંથી દારૂ ઘુસાડી રહ્યા છે. સ્થાનિક ત¥વો સાથે સેટીંગ કરીને રાજ્યના શહેરો સુધી આ ત¥વો ગેરકાયદે રીતે દારૂનો વેપલો કરી રહ્યા છે. જા કે એજન્સીઓની આવી ટોળકીઓ ઉપર નજર હોય છે. જના પગલે ગઈકાલે વાડજ વિસ્તારમાંથી રૂપિયા ત્રણ લાખ સાંઈઠ હજારનો જથ્થો પકડાયો છે.
PCBને મળેલી બાતમીને આધારે કાર્યવાહી કરતા નવાવાડજ વાસુકીનગર-રમાં રહેતા દિવ્યાબેન નાઅગરભાઈ પરમારના ઘરે ગઈકાલે બપોરનો સુમારે દરોડો પાડવામાં આવ્યો હતો. ઘરની તપાસ કરતાં બે માળના મકાનમાં ઉપર તથા નીચેથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ગણતરી કરતાં આ જથ્થામાં કુલ એક હજારથી વધુ વિદેશી દારૂની બોટલો હતી. ઘટનાસ્થળેથી પોલીસે દિવ્યાબેન ઉપરાંત શૈલેષ ઉર્ફે વાકાંટી ધીરૂભાઈ સોલંકી (ર૩)ની પણ ધરપકડ કરી છે. શૈલેષ પણ વાસુકીનગરમાં રહેતો હોવાનું જાણવા મળ્યુ છે.
બીજી તરફ દિવ્યાબેનની પૂછપરછ કરતાં કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. જે મુજબ ચાંદલોડીયાના સંત રોહિદાસનગર તથા નવા વાડજમાં વાસુકીનગરમાં રહેતો બુટલેગર મહેશ ઉર્ફેે મેહુલ ઉર્ફે સુલતાન ડાહ્યાભાઈના કહેવા ઉપર શૈલેષે દિવ્યાબેનના ઘરે ઉતાર્યો હતો.
આ માટે મહેશ દિવ્યાબેનને રોજના રૂ.ત્રણ હજાર ચુકવતો હતો. આ સમગ્ર જથ્થો અન્ય વ્યક્તિને પહોંચાડવાનો ઘટસ્ફોટ થયો છે. જા કે માલ સગેવગે થાય તે પહેલાં જ પોલીસે કાર્યવાહી કરતા દિવ્યા તથા શૈલેષ ઝડપાઈ ગયા હતા. જ્યારે મુખ્ય સુત્રધાર મહેશને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
ર વર્ષમાં દારૂનું દૂષણ ડામવામાં નિષ્ફળ ૧૪ પીઆઈ-પીએસઆઈ સસ્પેન્ડ થયા(એજન્સી) અમદાવાદ, અમદાવાદમાં દારૂ-જુગાર બંધ કરવાની બાબતે પોલીસ સદ્ંતર નિષ્ફળ નીવડી છે. જેથી સ્ટેટ મોનિટરીંગ સેલે છલ્લા દોઢ વર્ષમાં અમદાવાદમાં દારૂ-જુગારની ર ડઝન કરતા પણ વધારે જગ્યાએ રડ પાડી હતી. જેંમાં જવાબદાર ૮ પીઆઈ અને ૬ પીએસઆઈને સસ્પેન્ડકરાયા છે. દારૂ-જુગારની બદી રોકવામાં નિષ્ફળ ગયેલા ૬ પીઆઈની બદલી કરાઈ હતી. પોલીસ કમિશ્નર તરીકે એ.કે. સિંઘની નિમુણંક થઈ તે દિવસથી જ શહેરમાં ખુલ્લેઆમ ચાલતા દારૂ-જુગારના અડ્ડા બંધ થઈ ગયા હતા. જા કે પાછલા બારણે અડ્ડા ધમધમી રહ્યા હતા. |