વાડદ ગામે સંમદ્રષ્ટી ક્ષમતા વિકાસ અને અનુસંધાન મંડળ (સક્ષમ) દ્વારા વિકલાંગો વિશેષ કાર્યક્રમ યોજાયો
ખેડા:ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વાડદ ગામે સંમદ્રષ્ટી ક્ષમતા વિકાસ અને અનુસંધાન મંડળ (સક્ષમ) દ્વારા તા:- ૦૬-૧૦-૨૦૧૯ના રોજ વિકલાંગોને લગતા સરકારી અને અર્ધસરકારી લાભોની માહિતી માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે પછીજી વણઝારા દ્વારા યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આસપાસના ગામોના દિવ્યાંગ અને વિકલાંગ મોટી સંખ્યામાં જોડાયા હતા. અને વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી પ્રાપ્ત કરી હતી.
આ કાર્યક્રમ માં જનાબ અબ્દુલમિયાં મલેક દ્વારા વિશેષ માહિતી આપવામાં આવી હતી. જેઓ પોતે વિકલાંગ છે. તેઓ પોતે શિક્ષક તરીકે ફરજ બજાવી હાલ નિવૃત્ત જીવન ગુજારી રહ્યા છે. તેઓએ પોતાના અંગત જીવન ના અનુભવો, સરકારી સહાય અને સમાજમાં વિકલાંગ વ્યક્તિઓને કેવા પ્રકારના અનુભવો થાય છે
તે વિશે ચર્ચા કરી હતી. અને સરકારે જાહેર કરેલ વિકલાંગ વ્યકિતઓને સાધન સહાય આપવાની યોજના નિયામકશ્રી, સમાજ સુરક્ષા દ્વારા વિકલાંગ વ્યકિતઓને સાધન સહાય આપવાની યોજનાવિકલાંગોને સાધન સહાય આપવાની યોજના ભૂતપૂર્વ શિક્ષણ અને મજૂર વિભાગના ઠરાવ ક્રમાંકઃ ઇડીબી/૧૦૬૯/ર૧પ૬૦/છ, તા.૧૦-૪-૭૦ થી અમલમાં આવેલ છે.
૪૦ ટકા કરતા વધુ અપંગતા ધરાવતા વ્યકિતઓ અને પ થી પ૦ વર્ષની વયના અસ્થિવિષયક, દ્રષ્ટિમંદ તથા શ્રવણમંદ વ્યકિતઓને તેમની વિકલાંગતામાં રાહત થાય તે હેતુથી અથવા પુનઃસ્થાપનના હેતુથી (વિકલાંગ) વ્યકિતને સ્વરોજગારી માટે કપડા રીપેરીંગ / શીવણકામ, દરજીકામ-મોટરવગર, એમ્બ્રોયડરી કામ, ધોબીકામ / ઈસ્ત્રીકામ, ભરતકામ, સાવરણી સુપડા અને ટોપલી બનાવનાર, બ્યુટી પાર્લર, પાપડ ઉધોગ, શાકભાજી- ફળ વેચનાર, કાપડ ફેરી હાથલારી ધ્વારા, કટલરી-હોઝીયરી હાથલારી ધ્વારા વેચનાર,
કટલરી-હોઝીયરી સાયકલ ધ્વારા વેચનાર, મીઠુ-ગોળ કરીયાણા વેચનાર, લારી ખેંચનાર, ઇંડાની લારી, વિવિધ વસ્તુઓની ફેરી માટેની ટુલકીટસ, સાયકલ ધ્વારા કાપડ ફેરી, ફીશ વેચનાર, માછલી પકડવી, આઇસકેન્ડી ફેરી, સાયકલ રીપેરીંગ (સાયકલ વગર) સાયકી રીપેરીંગ (સાયકલ સાથે), વાયરમેન, પ્લમ્બીંગ કામ, કડીયા કામ, ઇલેકટ્રોનીકસ વસ્તુઓનું રીપેરીંગ કામ, પેઇન્ટીંગ/રંગકામ / સાઇન બોર્ડ, મોચી કામ, ઓટો રીપેરીંગ, હેન્ડ પંપ રીપેરીંગ, ચાના સાધનો, દુધ- દહીં વેચાણ, ઠંડા પીણા વેચાણ, કેટરર્સ (રસોઇ કામ), પાન-બીડીનું વેચાણ, વાળંદ કામ, ઢોલ- ત્રાસાના સાધનો, લાઇટ ડેકોરેટર, લુહારી કામ, સુથારી કામ, નેતર વાંસકામ, સાયકલ, કોમ્પ્યુટર રીપેરીંગ
તેમજ વિકલાંગોને વિકલાંગતામાં મદદરુપ થાય તે માટે ટ્રાયસિકલ, ફોલ્ડીંગ વ્હીલચેર, એલ્યુમીલીયમની કાંખ ધોડી, કેલીપર્સ, બહેરી મુંગી વ્યકિતને હીયરીંગ એઇડ તેમજ અન્ય સાધન સહાય, અંધ વ્યકિત માટે સંગીતના સાધનો, ફોલ્ડિંગ સ્ટીક, બ્રેઇલ કીટ, મંદબુધ્ધિની વ્યકિત માટે એમ.આર. ચાઈલ્ડ કીટ. માટે સરકારશ્રીએ નકકી કરેલ કિંમત રુ.૬,૦૦૦/- ની મર્યાદામાં સાધન સહાય મંજુર કરવામાં આવે છે.
આ સહાય વાર્ષિક રુ.રપ,૦૦૦/- ની આવક ધરાવતી વિકલાંગ વ્યકિતઓને મળવાપાત્ર છે. જેવી અગત્યની માહિતી આપવામાં આવી હતી. અને માહિતીવાળા હેન્ડબીલોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રફીકભાઈ મલેક અગાંડી વાળા તથા વાડદગામના આગેવાન મજીદમીયા અમુમિયા, આસિફ ભાઈ મલેક, અબ્દુલભાઇ અને બીજા ઘણા આગેવાનો હાજર રહ્યા હતા.