Western Times News

Gujarati News

નયારા એનર્જી વાડીનાર રિફાઇનરી પેટ્રોકેમિકલ વિસ્તરણ માટે ૮૫૦ મિલિયન USDનું રોકાણ

નયારા એનર્જીએ ગ્રેસ પાસેથી UNIPOL પીપી પ્રોસેસ ટેકનોલોજીનું લાયસન્સ મેળવ્યું
UNIPOL પીપી પ્રોસેસ ટેકનોલોજીથી નયારા ફેલેટ-ફ્રી પ્રોડક્ટ્‌સનું ઉત્પાદન કરવા સક્ષમ બનશે

મુંબઇ, ૧૬ જુલાઇ, ૨૦૧૯ઃ ન્યુ-એજ ડાઉન સ્ટ્રીમ એનર્જી કંપની નયારા એનર્જી વાડીનાર રિફાઇનરીમાં પેટ્રોકેમિકલ્સના વિસ્તરણના ભાગરૂપે ૮૫૦ મિલિયન ડોલરનું રોકાણ કરી રહી છે, જે માટે ૨૦ એમએમટીપીએ રિફાઇનરીમાંથી ફેલેટ ફ્રી પ્રોડક્ટ્‌સની વિશાળ શ્રેણીનું ઉત્પાદન કરવા ઉ.ઇ. ગ્રેસ એન્ડ કાં પાસેથી ટેકનોલોજીનું લાયસન્સ પ્રાપ્ત કર્યું છે.

વિસ્તરણના ભાગરૂપે નયારા વાર્ષિક ૪૫૦,૦૦૦ ટનની ક્ષમતા ધરાવતા પોલિપ્રોપલેન પ્લાન્ટની સ્થાપના કરવાની યોજના ધરાવે છે. ફીડસ્ટોરનો પ્રાથમિક સ્રોત વર્તમાન એફસીસી યુનિટ રહેશે, જેનો શ્રેષ્ઠ પ્રદર્શન માટે ઉપયોગ કરાઇ રહ્યો છે. આ ઉપરાંત પેટ્રોકેમિકલ બિઝનેસમાં વર્તમાન અને ભાવિ રોકાણ ભારતમાં પેટ્રોકેમિકલ હબ તરીકે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપશે.

આ અંગે પ્રતિક્રિયા આપતાં નયારા એનર્જીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બી. આનંદે જણાવ્યું હતું કે, “ભારતની આર્થિક વૃદ્ધિ અને વિકાસમાં પેટ્રોકેમિકલ સેક્ટરની ભુમિકા મહત્વપૂર્ણ છે. પેટ્રોકેમિકલ્સમાં અમારા પ્રવેશ સાથે અમારા એનર્જી બાસ્કેટને વૈવિધ્યસભર બનાવવું એ વિકાસગાથાનો એક ભાગ બનવાની દિશામાં એક કદમ છે. અમે અમારી ભાગીદારી દ્વારા શ્રેષ્ઠતા માટે તથા અમારા કારોબારમાં ઇનોવેશન માટે કટીબદ્ધ છીએ. ગ્રેસ સાથેની અમારી ભાગીદારી અમારી રિફાઇનરીમાંથી ઉચ્ચ ગુણવત્તાયુક્ત મૂલ્ય વર્ધિત પ્રોડક્ટ્‌સના ઉત્પાદન માટે સાચી ટેકનોલોજીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે.”

નયારા એનર્જીના ચીફ ડેવલપમેન્ટ ઓફિસર સેરગે ડેનિસોવે જણાવ્યું હતું કે, “અમારી વાડીનાર રિફાઇનરી પેટ્રોકેમિકલ્સમાં વિસ્તરણ કરી રહી છે. ગ્રેસના UNIPOL પીપી પ્રોસેસ ટેકનોલોજીમાં રોકાણથી અમે અમારા ગ્રાહકો માટે ફેલેટ-ફ્રી પ્રોડક્ટ્‌સની વિશાળ શ્રેણીનું ઉત્પાદન કરવા સક્ષમ બનીશું. પ્રદેશમાં આ અદ્યતન પીપી પ્રોડક્ટ્‌સની માંગમાં વધારો થઇ રહ્યો છે ત્યારે નયારા એનર્જી સુનિશ્ચિત કરવા માગે છે કે તે ગ્રાહકોની માંગને પૂર્ણ કરવા માટે વિશ્વસનીય અને ખર્ચ-કાર્યક્ષમ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.”

ગ્રેસની તમામ ગેસ-ફેઝ UNIPOL પીપી પ્રોસેસ ટેકનોલોજી સૌથી વિશ્વસનીય ટેકનોલોજી પૈકીની એક છે, જે હોમોપોલીમર્સ, રેન્ડમ કોપોલીમર્સની અદ્યતન અને વિશાળ શ્રેણી ઉપલબ્ધ કરાવે છે તેમજ ઇન્ડસ્ટ્રીમાં કોપોલીમર્સને અસર કરે છે.

ગ્રેસના સ્પેશિયાલિટી કેટલિસ્ટ બિઝનેસના પ્રેસિડેન્ટ લૌરા સ્ચવિને જણાવ્યું હતું કે, “ભારતમાં ગુજરાત ખાતે વાડીનાર રિફાઇનરીમાં નયારા એનર્જીની ટેકનોલોજી માટેની પસંદગી બનતા ગ્રેસ ઉત્સાહિત છે. અમને વિશ્વાસ છે કે હોમોપોલીમર, રેન્ડમ કોપોલીમર અને ઇમ્પેક્ટ કોપોલીમર પ્રોડક્ટ્‌સની વિશાળ શ્રેણી સાથે અમારા નોન-ફેલેટ CONSISTA કેટલિસ્ટ નયારા એનર્જીને આ વિસ્તારમાં પોલીપ્રોપેલિન રેઝિન ઉત્પાદનમાં અગ્રેસર બનાવશે.”

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.