વાણીયાવાળા ગોરાડા ગામના રેખાબેન પટેલ માટે ખેડૂત અકસ્માત વીમા યોજના સહારારૂપ બની
લુણાવાડા: રાજય ની સંવેદનશીલ સરકાર દ્રારા ખેડૂતોના હિતો માટે અનેકવિધ નિર્ણયો લઇ ખેડૂતોના સમાજીક અને આર્થિક ઉત્થાન માટે અનેક પગલાઓ લીધા છે જેનો લાભ મહીસાગર જિલ્લાના વાણીયાવાળા ગોરાડા ગામના પટેલ પરિવારના મોભી પર વિજ કરંટના કારણે મૃત્યુ થતાં પરિવારના માથે આભ તુટી પડયું.
કુદરત કોઇને આવું દુઃખ ન આપે પણ જો કદાચ આવી કપરી સ્થિતિ ઉદૃ્ભવે તો છત્ર ગુમાવ્યા છતા આર્થિક સહાયનું છત્ર સરકારશ્રીની ખેડૂત અકસ્માત વીમા યોજના દુઃખના ઘાવ પર રાહત સમાન બને છે. આવા જ અકસ્માતમાં વ્યકિતના મૃત્યુના બનાવ બાદ ખેડૂત પરિવાર માટે સંવેદનશીલ સરકારની ખેડૂત અકસ્માત વીમા યોજના સહારારૂપ બની છે.
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વાણીયાવાળા ગોરાડા ગામના ખેડૂત જયંતિભાઇ હિરાભાઇ પટેલ ચોમાસાની સીઝન દરમ્યાનમાં તેમના પશુ તબેલામાં ગાયોને ઘાસચારો નાખવા જતા ચોમાસામાં વરસાદ ચાલુ હતો ભેજવાળા વાતાવરણમાં સ્વીચ ચાલુ કરતા અચાનક વિજ કરંટ લાગતા તરત જ પરીવારજનો તેમને લુણાવાડા હોસ્પીટલમાં લઇ જતા હતા ત્યારે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. અચાનક બનેલી આ દુઃખદ ઘટનાથી પરિવારજનો હચમચી ગયા હતા. પરીવારને સાંત્વના આપવા આવેલા ગામના સરપંચએ રાજ્ય સરકાર દ્વારા અમલી ખેડૂત અકસ્માત વીમા યોજના અંગે વિસ્તૃત માહિતી આપી ખેતીવાડી વિભાગનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
તેમને માહિતી મળતા અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિ જો ખેડૂત ખાતેદાર હોય તો અકસ્માતમાં મૃત્યુ પામેલ ખેડૂતના પરિવારને સરકારની ખેડૂત અકસ્માત વીમા યોજના અંતર્ગત બે લાખ રૂપિયાની સહાય અને જો અકસ્માત દરમ્યાન કાયમી અપંગતા આવે તો એક લાખ રૂપિયાની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે. સરકાર દ્વારા ખેડૂતલક્ષી તેમજ ખેડૂતોના પરિવારના ઉત્થાન માટે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે પણ એનું યોગ્ય માર્ગદર્શન માહિતી હોવી એ દરેક ખેડૂત માટે જરૂરી બને છે.
રેખાબેન જણાવે છે કે આ યોજનાનો લાભ તેમને મળે તે માટે તેમના પરિવાર દ્વારા મહીસાગર જિલ્લા ખેતીવાડી વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો અને તે માટે જરૂરી આધાર પુરાવા રજૂ કરવામાં આવ્યા તેના થકી તેમના પતિ જયંતિભાઇને વિજ કરંટ લાગતા અકસ્માતમાં મૃત્યુ થવાના કારણે બે લાખ રૂપિયા સહાય સરકારની ખેડૂત અકસ્માત વીમા યોજના અંતર્ગત મળી.
આ સહાય મળતા આજે તેમને પોતાના પતિનો સહારો તો હવે નથી રહ્યો પરંતુ સંવેદનશીલ સરકારની સંવેદના થકી ખેડૂત અકસ્માત વીમા યોજના સહારા રૂપ બની છે. સરકારની આ યોજના ખૂબ જ સરાહનીય છે. તેના થકી પોતાના પરિવાર સાથે જીવન ગુજરાન કરી રહયા છે અશ્રુભીની આંખે તેમણે સરકારની સંવેદનાનો આભાર વ્યક્ત કર્યો હતો.