વાત્રક કેનાલે ધો.૪ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો જીવ લીધો: માલપુરના ભાથીજીના મુવાડા ગામની વિદ્યાર્થીનીનું મોત

(પ્રતિનિધિ)બાયડ, અરવલ્લી જીલ્લાના અંતરિયાળ વિસ્તારના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસલક્ષી યોજનાઓનો પડછાયો શુધ્ધો નથી. પડ્યો માલપુર તાલુકાના અણીયોર નજીક આવેલા ભાથીજીના મુવાડા ગામ નજીકથી પસાર થતી વાત્રક જમણા કાંઠાની કેનાલ ગામલોકો માટે આફતરૂપી બની રહી છે કેનાલ ઓવરફ્લો થઈને વહેતા ઉંડા નાળીયા ભરાઈ જવાથી ગામ લોકો કેનાલ પર મુકેલ થાંભલાઓ પરથી પસાર થવું પડે છે અણીયોર શાળામાં અભ્યાસ કરતા બાળકો જીવન જોખમે પસાર થઈ ભણવા જઈ રહ્યા છે અગાઉ પણ આ કેનાલમાં ડૂબી જવાથી મૃત્યુ થવાની ઘટનાઓ બની છે. ભાથીજીના મુવાડા ગામની અને ધો.૪ માં અભ્યાસ કરતી ભાવિકાબેન અશ્વિન ભાઈ કટારા(ઉં.વર્ષ-૯) નામની વિદ્યાર્થીની ખેતરમાં તેના માતા-પિતાને મળવા જતા કેનાલમાં ડૂબી જતા મોત નિપજતા લોકોમાં શોકાગ્નિ સહીત આક્રોશ છવાયો હતો જવાબદાર તંત્રમાં કેનાલ પર પુલ બનાવવા રજુઆત કરવા છતાં કોઈ નક્કર કામગીરી નહિ કરતા આ ભયજનક કેનાલ હજુ કેટલાનો ભોગ લેશે…? ત્યારે તંત્ર જાગશે નો આક્રોશ ઠાલવ્યો હતો.
ભાથીજીના મુવાડા પાસેથી પસાર થતી વાત્રક જમણા કાંઠાની કેનાલ ગ્રામજનો માટે આફતરૂપી બની રહી છે કેનાલ માંથી પાણી છોડાતા ગામને જોડતો અવર જવર માટેનો એકમાત્ર ઉંડા નાળીયા (રસ્તા) બંધ અને જોખમી થઈ જતા લોકો કામચલાઉ કેનાલ પર થાંભલા અને પ્લાસ્ટિક પાઈપ નાખી તેના પરથી પસાર થવા મજબુર બને છે તદુપરાંત અણીયોર અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ કેનાલ પર થાંભલા રૂપી બનાવેલી પગદંડી પરથી પસાર થતા હંમેશા વિદ્યાર્થીઓના વાલીઓના જીવ પડીકે બંધાયેલા રહેતા હોય છે શાળામાં જતા બાળકો કેનાલ પરનો જોખમી રસ્તો પસાર ન કરે ત્યાં સુધી ઉભા રહે છે અને શાળા છૂટે ત્યારે તેમના બાળકની રાહ જોઈ બેસી રહેવું પડે છે ખેતરમાં જતા ખેડૂતો,દૂધ ભરાવવા જતા પશુપાલકો માટે પણ જોખમી બનેલી કેનાલ પર પુલિયું બનાવવા વાત્રક સિંચાઈ યોજનાના ઈજનેર સમક્ષ વારંવાર રજુઆત કરવા છતાં પુલ બનાવવામાં ઉણુ ઉતરેલ તંત્રના ભોગે એક પરિવારે દીકરી ગુમાવાનો વારો આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે કેનાલમાં ડૂબી જવાથી ભાવિકાબેન અશ્વિનભાઈ કટારા નામની વિદ્યાર્થિનીનું મોત નિપજતા માલપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અકસ્માતે મોતનો ગુન્હો નોંધી વિદ્યાર્થિનીના મૃતદેહને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.