વાત્રક ડેમમાં બેટ પર દેશી દારૂ બનાવી બુટલેગરો દારુની હોડીઓમાં હેરાફેરી
માલપુર પોલીસે બેટ પર ત્રાટકી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ નાશ કરી
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: માલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા દેશી-વિદેશી દારૂનો વેપલો કરતા બુટલેગરો પર તવાઈ બોલાવી છે લોકડાઉનમાં વાત્રકડેમાં આવેલ બેટ પર દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ પોલીસે તોડી પાડી,દેશી દારૂ ગાળવાનો ૧ હજાર લીટર વોશ નાશ કરવાની સાથે મુદ્દામાલ કબ્જે કરી શખ્ત કાર્યવાહી કરી હતી.
ત્યારે ૪ મહિના બાદ ફરીથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ ધમધમી ઉઠી હોવાની અને બુટલેગરો હોડીઓ મારફતે દેશી દારૂની હેરાફેરી કરતા હોવાની જાણ પોલીસને થતા પોલીસે મોટર બેટની મારફતે ત્રાટકી દેશી દારૂની ભઠ્ઠીઓ નાશ કરી દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવતા ગીરીશ મંગાભાઇ નાયકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
માલપુર નજીક વાત્રક ડેમની વચ્ચે મગોડી ગામની સીમમાં આવેલા બેટ પર દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ ફરીથી ધમધમી ઉઠી હોવાની બાતમી પીએસઆઈ એન.એમ.સોલંકીને મળતા પાણીથી છલોછલ ભરેલા ડેમ વચ્ચે બેટમાં જવા માટે મોટરબોટ નો સહારો લઈ રેડ કરતા મોટર બોટમાં આવતા પોલીસ કાફલાની દૂરથી રેડ હોવાની જાણ થતા બુટલેગર અને તેના સાગરીતો પાણીમાં ગરકાવ થઈ જતા બેટ પર જઈ ધમધમતી દારૂ ગાળવાની ભઠ્ઠીઓનો નાશ કરી રૂ.૬૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ ચલાવતો અને દારૂની હોડીઓ મારફતે હેરાફેરી કરનાર ગીરીશ મંગાભાઇ નાયક (રહે,હરબાઈના પહાડીયા-માલપુર) વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા