વાત્રક બ્રિજમાં અકસ્માતમાં મોત નિપજનાર મૃતકોના પરિવારજનોને મોરારી બાપુની ૩૦ હજાર રૂપિયાની સહાય
અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના બેલ્યો ગામના વિરાભાઈ મોંઘાભાઈ ચમાર અને તેમના ત્રણભાઈના પરીવાર સાથે બેલ્યો ગામથી માલપુર તાલુકાના મહિયાપુર ગામે તેમના બહેન લાડુબહેન જેઠાભાઈ પરમારના પુત્રના લગ્ન હોવાથી મામેરૂ કરવા નીકળ્યા હતા . જ્યારે રસ્તામાં વાત્રક નદીના પુલ ઉપર ટ્રક ( ડમ્પર ) દ્વારા તેમના ટ્રેક્ટરને ટક્કર લાગતા ટ્રેક્ટર પુલની દિવાલ સાથે અથડાતા દીવાલ તૂટી ગઈ હતી ટ્રેકટરમાં બેઠેલ લોકોમાંથી પાંચ વ્યક્તિઓ ફંગોડાઈને નદીમાં પડી ગયા અને મૃત્યુ પામ્યા અન્યને ઈજા થઈ હતી તેમાં સારવાર દરમ્યાન એક યુવતીનું મૃત્યુ થયુ હતુ .
દરેક મૃતકોના પરિજનોને પરમ પૂજ્ય મોરારીબાપુની પ્રેરણાથી કથાની પ્રસાદ રૂપે શ્રી ચિત્રકુટધામ ટ્રસ્ટ મહુવા થી એક મૃતક વ્યક્તિ દિઠ પાંચ હજાર મળી કુલ રૂ.૩૦ હજારની સહાય આપવામાં આવી હતી આ સહાય અમદાવાદના લાયન મુકેશભાઈ પટેલ ( પી . ડી . જી . ) દ્વારા લાયન્સ ક્લબ ઓફ મોડાસાના લાયન પ્રવિણ પરમાર , લાયન પરેશ શાહ , લાયન મનુભાઈ પટેલ દ્વારા આ સહાય લઈ બેલ્યો ગામે મૃતક પરિજનોના ઘેર જઈ સાંત્વન આપી પરમ પૂજ્ય મોરારીબાપુનો શોક સંદેશો અને સહાય રૂબરૂ પહોંચાડી ઉમદા કાર્ય કર્યું હતું