Western Times News

Gujarati News

વાદળછાયા વાતાવરણથી લોકોને ગરમીમાં રાહત

નવી દિલ્હી, આજે દિલ્હી-એનસીઆર(દિલ્હી-એનસીઆર)માં સવારથી મોસમનો મિજાજ બદલાયો છે. દિલ્હી-એનસીઆરમાં વાદળ છવાયા છે. જેના કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું છે. દિલ્હી-એનસીઆર સહીત અનેક રાજ્યોના લોકો છેલ્લા ૪ દિવસથી ભીષણ ગરમી અને હીટવેવનો સામનો કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં હવામાનમાં આવેલા ફેરફારે લોકોને ગરમીથી થોડી રાહત આપી છે.

દિલ્હી-એનસીઆરના હવામાન સાથે સબંધિત મહત્વની બાબતોઃ દેશભરમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમીનો કહેર જાેવા મળી રહ્યો છે. છેલ્લા દિવસે જ રાજધાની દિલ્હીમાં તાપમાનનો પારો ૪૯ ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયો હતો.

દિલ્હી-એનસીઆરમાં વાદળછાયું વાતાવરણ છે. જેના કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું છે. દિલ્હી-એનસીઆર સહીત અનેક રાજ્યોના લોકો છેલ્લા ૪ દિવસથી ભીષણ ગરમી અને હીટવેવનો સામનો કરી રહ્યા હતા.

દિલ્હી એનસીઆરના લોકો માટે રાહતના સમાચાર છે કે, આજે રાજધાની દિલ્હીમાં ભારે પવન સાથે વાવાઝોડાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દેશની રાજધાની દિલ્હીમાં સોમવારે આંશિક રીતે વાદળછાયુ વાતાવરણ રહેશે.

મહત્તમ અને ન્યુનતમ તાપમાન અનુક્રમે ૪૧ અને ૨૮ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પંજાબ અને હરિયાણાની ઉપર ચક્રવાતી હવાઓથી મોનસૂન પૂર્વની ગતિવિધિઓની શરૂઆત થશે. સોમવારે અને મંગળવારે દિલ્હી-એનસીઆરના લોકોને ગરમીથી કેટલાક અંશે રાહત મળશે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દિલ્હીના મંગેશપુર વિસ્તારમાં રવિવારે મહત્તમ તાપમાન ૪૯.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને નઝફગઢ઼ વિસ્તારમાં તાપમાન ૪૯.૧ રહ્યું હતું જે મે મહીનામાં છેલ્લા અનેક વર્ષોનો એક રેકોર્ડ છે. બુધવારે અને ગુરૂવારે હવામાન સ્વચ્છ રહેશે.

શુક્રવારે હીટવેવની શક્યતા છે. શનિવારે ફરી આંશિક વાદળછાયું આકાશ સાથે ગાજવીજ સાથે વાવાઝોડાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી બે દિવસોમાં પશ્ચિમી વિક્ષોભની સક્રિયતાને કારણે રાહતની ઉમ્મીદ છે. જાેકે, આ અઠવાડિયે પણ શુક્રવારે હીટવેવની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.SSS*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.