વાનખેડેએ અનન્યાને કહ્યું, આ તમારું પ્રોડક્શન હાઉસ નથી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/Vankhede.jpg)
મુંબઈ, આર્યન ખાન ડ્રગ્સ કેસમાં એનસીબીની તપાસનો વ્યાપ વધી રહ્યો છે. હાલમાં બોલીવૂડ સુપર સ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન જેલમાં છે ત્યારે હવે અભિનેતા ચંકી પાંડેની પુત્રી અને એક્ટ્રેસ અનન્યાને પણ એનસીબીએ સપાટામાં લીધી છે. શુક્રવારે જ્યારે તેને બીજી વખત પૂછપરછ માટે બોલાવાઈ ત્યારે તે ત્રણ કલાક મોડી પહોંચી હતી. તેનુ આ વર્તન એનસીબીને પસંદ પડ્યુ નહોતુ.
એવા અહેવાલ છે કે, એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ અનન્યાને કહ્યુ હતુ કે, તમને ૧૧ વાગ્યે બોલાવ્યા હતા, તમે મોડા આવ્યા છે. અધિકારી તમારી રાહ જાેતા નહીં બેસી રહે. આ તમારૂ પ્રોડક્શન હાઉસ નથી, એજન્સીની ઓફિસ છે.
જેટલા વાગે બોલાવે તેટલા વાગે આવી જવુ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે તેને પૂછપરછ માટે ૧૧ વાગ્યે બોલાવાઈ હતી પણ અનન્યા બપોરના બે વાગ્યે એનસીબી ઓફિસ પહોંચી હતી. શુક્રવારે તેની ચાર કલાક માટે પૂછપરછ કરવામાં આવી હતી. હવે ફરી સોમવારે તેને બોલાવવામાં આવી છે. જે રીતે અનન્યાની પૂછપરછ થઈ રહી છે તે જાેતા આર્યન ખાનની મુશ્કેલી વધે તેવુ લાગી રહ્યુ છે.
ગઈકાલે એવુ પણ બહાર આવ્યુ હતુ કે, આર્યન અને અનન્યા વચ્ચે ગાંજાને લઈને વાત થઈ હતી. જેમાં આર્યન ખાને ગાંજાે મળશે તેવુ વોટસએપ પર પૂછ્યુ હતુ અને અનન્યાએ કહ્યુ હતુ કે, હું એરેન્જ કરી આપીશ.SSS