વાનખેડે પર નવાબ મલિકના આરોપ નિરાધારઃ આઠવલે
ક્રૂઝ ડ્રગ્સ કેસ મામલે એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે મહારાષ્ટ્ર સરકારના નિશાના પર છે
મુંબઈ,ક્રૂઝ ડ્રગ્સ કેસ મામલે એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે મહારાષ્ટ્ર સરકારના નિશાના પર છે. એનસીપી નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિક તેમના પર સતત આરોપ લગાવી રહ્યા છે. હવે રિપબ્લિકન પાર્ટીના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ આ મામલે એનસીબી ઓફિસર સમીર વાનખેડેનો બચાવ કર્યો છે.
એટલું જ નહીં આઠવલેએ વાનખેડે પર લાગેલા તમામ આરોપ પાયાવિહોણા ગણાવ્યાં. સમીર વાનખેડેના પત્ની ક્રાંતિ અને પિતા ધ્યાનદેવ વાનખેડેએ રામદાસ આઠવલેની આજે મુલાકાત કરી. રામદાસ આઠવલેએ કહ્યું કે વાનખેડે પર નવાબ મલિકના આરોપ નિરાધાર છે. તેમાં કોઈ તથ્ય નથી. સમીર વાનખેડે દલિત છે.
તેઓ દલિત સમાજથી આવે છે. તેમના પર જાણી જાેઈને રોજ આરોપ લગાવવામાં આવી રહ્યા છે. તેમના પર આરોપ લગાવીને સમગ્ર દલિત સમાજને બદનામ કરવાની કોશિશ થઈ રહી છે. અમારી પાર્ટી સમીર વાનખેડેની સાથે છે. તેમને કોઈ નુકસાન પહોંચવા દઈશું નહીં.
આઠવલેએ કહ્યું કે આરપીઆઈ તરફથી હું નવાબ મલિકને કહેવા માંગુ છું કે સમીર અને તેના પરિવારને બદનામ કરવાની કોશિશ બંધ કરો. જાે તેઓ કહી રહ્યા છે કે સમીર મુસલમાન છે, તો તેઓ પણ મુસલમાન છે. તો પછી આરોપ કેમ લગાવી રહ્યા છે? આ અગાઉ નવાબ મલિકે એકવાર ફરીથી વાનખેડે પર આરોપ લગાવ્યો.
તેમણે કહ્યું કે સમીર વાનખેડે જન્મથી મુસલમાન છે. દલિતોના અધિકાર તેમણે છીનવ્યા. તેની તપાસ થવી જાેઈએ. સમીર વાનખેડેએ ધર્મ પરિવર્તન કર્યું નથી. તેઓ જન્મથી મુસલમાન છે. તેમના પિતાએ ધર્મ પરિવર્તન કર્યું. વાનખેડેએ નકલી દલિત સર્ટિફિકેટ બનાવડાવ્યું અને નોકરી મેળવી.
હું મારા આરોપ પર કાયમ છું કે તેઓ નકલી દલિત પ્રમાણપત્રના આધારે આ પદ પર બેઠા છે. સમીર વાનખેડેના પિતાએ આજે કહ્યું કે નવાબ મલિક કહે છે કે અમે દલિતોના હક છીનવ્યા. અમે પોતે દલિત છીએ. તમારે કઈ કહેવું હોય તો કોર્ટમાં જાઓ. મારા પુત્રએ તમારા જમાઈને પકડ્યો, એટલે તેઓ આરોપબાજી કરે છે.
હું કે મારો પુત્ર ક્યારેય ધર્મ પરિવર્તન કર્યું નથી. આરોપો ખોટા છે. સમીર વાનખેડેના પત્ની ક્રાંતિ વાનખેડેએ કેન્દ્રીય મંત્રીને મળ્યા બાદ કહ્યું કે તેમણે (આઠવલે) કહ્યું કે દુર્ભાગ્ય છે કે તેઓ (મલિક) દલિતની સીટ છીનવી રહ્યા છે.