વાપીના પપ્પુ તિવારીની ભારતીય ખાદ્ય નિગમ ગુજરાત પરામર્શ સમિતિમાં નિમણૂંક
(પ્રતિનિધિ) વલસાડ : વાપી ઉત્તર ભારતીય સેવા ટ્રસ્ટના અધ્યક્ષ રાજનારાયણ ઉર્ફે પપ્પુભાઈ તિવારીની ભારતીય ખાદ્ય નિગમમાં ગુજરાત રાજય પરામર્શ સમિતિના સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવતા ઉત્તર ભારતીય સમાજમાં આનંદ છવાઈ ગયો હતો.
વાપીના ઉત્તર ભારતીય અગ્રણી અને સામાજીક કાર્યકર પપ્પુભાઈ તિવારીની ભારતીય ખાદ્ય નિગમમાં નિમણૂંક બાદ ગત તા.૧૭ ઓગસ્ટના રોજ અમદાવાદ શાહીબાગ સ્થિતિ ખાદ્ય નિગમ ગુજરાત એકમની મળેલી મીટીંગમાં ભાગ લીધો હતો.
જેમાં તેમણે જિલ્લાઓમાં આવેલ એફ.સી.આઈ.ના ગોડાઉનોમાં વરસાદ દરમિયાન અનાજ સુરક્ષિત રાખવાની રજૂઆત કરી હતી.
આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, મારી જવાબદારી નિષ્ઠાપૂર્વક અદા કરવાનો પ્રયાસ કરીશ. જાહેર સરકારી રાશન વિતરણમાં યોગ્ય વ્યકિત સુધી જથ્થો પહોંચે તે માટે તેઓ આગામી બેઠકમાં રજૂઆત કરશે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર ભારતીય ટ્રસ્ટ દ્વારા કરાઈ રહેલ સેવા કાર્યો માટે ગુજરાતના તત્કાલીન રાજયપાલ કમલા બેનીવાલ દ્વારા ગ્લોરી એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.*