વાપીની કે.બી.એસ. કોલેજમાં રેસલીંગ સ્પર્ધામાં ચેમ્પિયન બની

(તસ્વીરઃ- અશોક જોષી, વલસાડ)
(પ્રતિનિધિ) વલસાડ, વાપી ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમેરિયા કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયંસીસ કોલેજ વાપીના વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે રમવાની તાલમી પણ આપવામાં આવી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત અંતર્ગત ઈન્ટર કોલેજ રેસલીંગ સ્પર્ધા એસ.એસ. અગ્રવાલ કોલેજ, નવસારી ખાતે યોજાઈ હતી. જેમાં યુનિવર્સિટીની વિવિધ કોલેજમાંથી ૩૪ કોલેજાએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પવન યાદવ અને માહ્યાવંશી દિવ્યા બે ગોલ્ડ મેડલ તેમજ પીલાનીયા દિવ્યેશ, વિશ્વકર્મા પ્રવીણ, ખાન શેહબાઝ, તોસ્કર સતિષ, દુબે દિવ્યેશ, અપીલકાંન્તેશ્વર શ્લોક, પ્રિતિ ઉપાધ્યાય, પ્રજાપતિ અર્પિતા, પ્રજાપતિ સચીન કુલ ૯ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ સિલ્વર મેડલ મેળવી કોલેજનું નામ યુનિવર્સિટીમાં રોશન કર્યુ છે. આ તમામ ખેલાડીઓને તાલીમ તેમજ માર્ગદર્શન શારીરિક શિક્ષણના મદદનીશ પ્રાધ્યપક ડો. મયુર પટેલે પુરૂ પાડયું હતું. હવે આગામી ઈન્ટર યુનિવર્સિટી લેવલની સ્પર્ધામાં પણ ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવીને કોલેજનું નામ રોશન કરવા માટે ખેલાડીઓ ઈચ્છા ધરાવે છે.
આમ કોલેજ રેસલીંગ સ્પર્ધામાં ચેમ્પીયન બની કોલેજનું નામ રોશન કરવા બદલ બધા ટ્રસ્ટીગણે તેમજ કોલેજના ઈન્ચાર્જ આચાર્ય ડો. પૂનમ બી. ચૌહાણે વિદ્યાર્થીઓનો અભિનંદન આપી જીવનમાં આગળ વધી કોલેજનું નામ હજુ પણ રોશન કરવા માટે શુભેચ્છા પાઠવી હતી.*