Western Times News

Gujarati News

વાપીની હયુબર ગ્રુપ ઇન્ડીયા કંપનીને તાત્કાલિક અસરથી બંધ કરાઇ  : રૂા.૧ કરોડનો દંડ કરાયો

ઔધોગિક જોખમી કચરાના ગેરકાયદેસર નિકાલ બદલ દંડ કરાયો

ઔધોગિક જોખમી કચરાના ગેરકાયદેસર નિકાલ બદલ વાપી જીઆઇડીસીમાં આવેલી હયુબર ગ્રુપ ઇન્ડીયા પ્રા.લિ. કંપનીને તાત્કાલિક અસરથી ક્લોઝર ડાયરેક્શન-બંધ કરવાનો હુકમ કરીને એન્વાયરોનમેન્ટ ડેમેજ અન્વયે  રૂા.૧ કરોડનો દંડ પણ કરવામાં આવ્યો છે. આ કંપની પ્રીન્ટીંગ ઇન્ક, ઇન્ક ટોનર પેસ્ટ, સીન્થેટીક રેઝીન, ઇન્ક વેહીકલ, ટૉનર પેસ્ટ, આર- બ્લ્યુ પીગમેન્ટના ઉત્પાદનનું કામ કરે છે.

ઉલ્લેખનીય છે કે, એકમ દ્વારા જમીનમાં ઔધોગીક જોખમી કચરો દાટવા બાબતેની ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને મળેલ ફરિયાદ સંદર્ભે બોર્ડની પ્રાદેશિક કચેરી, વાપી દ્વારા તા.૦૨/૦૬/૨૦૧૯નાં રોજ કરવામાં આવેલ સ્થળ તપાસ દરમ્યાન ધ્યાનમાં આવ્યું હતું કે, એકમ દ્વારા તેના પ્રીમાઇસીસમાં જ પાછળની બાજુએ ખૂબ જ મોટા પ્રમાણમાં ઔધોગીક જોખમી કચરાને જમીનમાં ૧૦ ફુટ ઉંડો ખાડો ખોદીને ઔદ્યોગિક જોખમી કચરાનો ગેરકાયદેસર નિકાલ કરવામાં આવ્યો છે.

પ્રદૂષણની માત્રાને ધ્યાને લેતાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા મે. હયુબર ગ્રુપ ઇંડિયા પ્રા. લી. ને પર્યાવરણ સુરક્ષા અધિનીયમ-૧૯૮૬ અંતર્ગત તાત્કાલિક અસરથી બંધ કરવાનો હુકમ તા. ૦૩/૦૬/૨૦૧૯નાં રોજ કરવામાં આવ્યો છે, તેમ સભ્ય સચિવ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની યાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.