વાપીમાં ઓયોનું આગમન, વ્યાજબી કિંમતે રહેવાની શ્રેષ્ઠ સુવિધાઓ
ઓયો હોટેલ્સ અને હોમ્સ એ ભારતની અને સાઉથ એશિયાની સૌથી મોટી, ચીનની બીજી સૌથી મોટી અને વિશ્વની ત્રીજી સૌથી મોટી અને ઝડપથી વિકસી રહેલી ભાડા અને ફ્રેન્ચાઈઝી આધારિત હોટેલ્સ, હોમ્સ, વર્કસ્પેસ ધરાવતી ચેઈન છે. ઓયો એ હવે 7 બિલ્ડિંગ સાથે વાપીમાં આગમન કરી લીધું છે. આધુનિક ટેકનોલોજી અને ઓપરેશનલ ક્ષમતાઓની મદદથી ઓયો પ્રવાસીઓને વ્યાજબી કિંમતે હોસ્પિટાલિટીની શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડવાનો હેતુ ધરાવે છે. ગુજરાતમાં પોતાનો વ્યાપ વધારવા પર ધ્યાન આપતા ઓયોએ ગાંધીધામ, જામનગર, મેહસાણા, ભરૂચ અને અંકલેશ્વર ની સાથે વાપીમાં પણ પોતાની હાજરી નોંધાવી દીધી છે.
આ જાહેરાત અંગે બોલતા ઓયો ઈન્ડિયા અને સાઉથ એશિયાના સીઈઓ આદિત્ય ઘોષે જણાવ્યું હતું કે“ઓયોએ ભારતની સૌથી મોટી હોટલ ચેઈન છે. અમે સમગ્ર ભારત અને વિશ્વભરમાં પ્રવાસીઓને ઉચ્ચ ગુણવત્તા અને વ્યાજબી ભાવથી રહેવાની સગવડ ઉપલબ્ધ કરાવીએ છીએ. અમે આધુનિક ટેકનોલોજીની મદદથી ગ્રાહકો અને હોટલ માલિકોને ફાયદો થાય અને સંતોષ મળે તેવું મોડલ ધરાવીએ છીએ. અમારા ગ્રાહકો અને હોટલ માલિકો તરફથી મળતા ફીડબેકની મદદથી તથા ઓયોની ઓપરેશનલ અને ટેકનોલોજીકલ ક્ષમતાઓથી અમે અમારા વ્યવસાયને સમગ્ર ગુજરાતમાં ફેલાવવા ઈચ્છીએ છીએ અને મુસાફરો તથા મહેમાનોને રહેવાની ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવા ઈચ્છીએ છીએ.”
ઓયો હાલમાં ભારતના 300થી વધુ શહેરોમાં 10,000થી વધુ ભાડે અને ફ્રેન્ચાઈઝી બિલ્ડિંગ ધરાવે છે જેમાં 2,00,000થી વધુ રૂમ છે. ઓયો તમામ પ્રકારના રિયલ એસ્ટેટને આધુનિક બનાવવાનું મિશન ધરાવે છે. તેથી ઓયો વિશ્વભરમાં પ્રવાસીઓને ગુણવત્તાસભર રહેવાની સગવડ ઉપલબ્ધ કરાવેછે. ઓયો પોતાની હોટલ કે કોઈ મિલકત ધરાવતા માલિકોના વ્યવસાયને વધારવા માટે મદદ કરી રહ્યું છે. જેમાં તે પ્રોપર્ટીને લગતા દૈનિક કામકાજો જેવા કે બૂકિંગ, સેલ્સ ચેનલ્સ, ગ્રાહકોની માંગ, હાઉસ કીપિંગ, ફાઈનાન્સ જેવી બાબતોમાં મદદ કરે છે. હાલમાં વાપીમાં પ્રોપર્ટી ધરાવતા 7 માલિકો છે જેની સાથે ઓયો કામ કરી રહ્યું છે અને ઓયો તેમના વ્યવસાયમાં વધારો કરવામાં મદદ કરી રહ્યું છે.
ગુજરાતમાં અમદાવાદ અને રાજકોટમાંથી સૌથી વધારે બૂકિંગ થાય છે. વૈશ્વિક જોઈએ તો ઓયો 80 દેશોના 800થી વધુ શહેરોમાં મહેમાનોની યજમાની કરે છે. જેમાં અમેરિકા, યુરોપ, યુકે, ભારત, મલેશિયા, મિડલઈસ્ટ, ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ અને જાપાનનો સમાવેશ થાય છે.