વાપીમાં ગાડી રિવર્સમાં લેતાં મહિલાને ગંભીર ઈજા

(પ્રતિનિધિ)વલસાડ, વાપી માં પેટ્રોલ પમ્પ ઉપર પેટ્રોલ ભરવા ગયા એક આધેડ મહિલા જે પોતાના પતિ સાથે ગયા હતા અને એક બાજુ ઉભા હતા તે જ સમય પેટ્રોલ પમ્પ ઉપર એક શેવરોલેટ કાર રિવર્સ થતા મહિલા ને ટક્કર વાગતા તેઓ ત્યાં પડી ગયા હતા ત્યાં થી તેમને ચલા ખાતે આવેલી આશીર્વાદ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી જ્યાં તબીબ દ્વારા તપાસ કરતા બને પગ અને હાથ માં ફ્રેક્ચર થયા હોવાનું જણાવતા ત્યાં દાખલ કરવામાં આવી હતી.
ઉધોગ નગર પોલીસ સ્ટેશન થી મળેલી વિગત અનુસાર વાપી જીઆઇડીસી ના કર્મયોગ સોસાયટી નિવાસી ચંદ્રકાન્ત બારોટ અને પ્રવીણ ચંદ્રકાન્ત બારોટ ઉંમર ૭૦ વર્ષ પોતાની સ્કૂટી લઇ ૨૩-૮-૨૧ ૨૧સ્ટ સેન્ચૂરી હોસ્પિટલ નજીક શાંતિ પેટ્રોલ પમ્પ ઉપર સાંજે પેટ્રોલ ભરાવા ગયા હતા.
ત્યાં સાઈડ માં ઉભેલા પ્રવિણાબેન ચંદ્રકાન્ત બારોટ ને કાર નંબર જીજે ૧૫ ના ચાલકે બેદરકારી અને ગફલત રીતે કાર હંકારી રિવર્સ લેતા પ્રવિણાબેન ને જાેરદાર ટક્કર વાગી હતી જેમને તરત જ ચલા ખાતે આવેલી આશીર્વાદ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા ત્યાં તબીબ દ્વારા તપાસ કરતા બને પગ અને હાથ માં ફ્રેક્ચર થયા હોવાનું જણાવતા ત્યાં દાખલ કરવામાં આવી હતી અને ફરિયાદી પક્ષ દ્વારા કાર ચાલક ને સંપર્ક કરતા તેને કોઈ પણ જાત નો સારવાર નો ખર્ચ આપવા અસમર્થતા જણાવતા આખરે કાર ચાલક વિરુદ્દ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.