વાપીમાં જે.કે. ઓર્ગેનાઈઝેશન દ્વારા ત્રીજા વર્ષે રક્તદાન શિબિર યોજાઈ ઃ પ૧ યુનિટ એકત્ર
(પ્રતિનિધિ) વલસાડ, જે.કે. લક્ષ્મી સિમેન્ટ દ્વારા તા.ર૦મી જૂને ગુરૂવારના રોજ વાપી જી.આઈ.ડી.સી સેકન્ડ ફેઈઝમાં સવારે ૧૦ થી ૩.૩૦ કલાક દરમિયાન રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વ. શ્રી હરીશંકરજી સિંધાનીયાની ૮૬મી જન્મતિથિ નિમિત્તે રકતદાન કેમ્પનું આયોજન શ્રી ગોપી એન્ટરપ્રાઈઝે જી.આઈ.ડી.સી. સેકન્ડ ફેઈઝ પ્લોટ નં. ૧૬પ/સી/ર સૈયદ પેપરમિલ સામે કરવામાં આવ્યું હતું. સવારે ૧૦.૦૦ થી ૩.૩૦ કલાક દરમિયાન યોજાયેલા રક્તદાન કેમ્પના સહયોગી પુરીબેન પોપટ લાખા લાયન્સ બ્લડ બેંક રહી હતી. રક્તદાન કેમ્પના અંતે કુલ પ૧ યુનિટ ર્કત એકત્રિત કરવામાં આવ્યું હતું.
રક્તદાન શ્રેષ્ઠદાન, તમારું રક્ત કોઈને નવજીવન આપે છે. દરેક સ્વસ્થ વ્યÂક્ત રક્તદાન કરી શકે છે. મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉપસ્થિત રહી રક્તદાન કર્યુ હતું. આ અવસરે જે.કે. લક્ષ્મી વલસાડના યુટીના પ્રમોટર શ્રી મનસુખભાઈ મોરી, શહેરના અગ્રણી શ્રી કેતનભાઈ જાષી, વાપી હવેલીના ૧૦૦૮ શ્રી ગોસ્વામી ગોવિંદરાયજી મહારાજ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.*