Western Times News

Gujarati News

વાપીમાં ફાઈનાઇન્સની ઓફીસમાંથી રૂ.૧૦ કરોડની લૂંટ

File

(પ્રતિનિધિ) વલસાડ: વાપીમાં ૧૦ કરોડથી વધુની લૂંટની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. લૂંટારાઓએ ખુબ જ દિલધડકરીતે ઓફિસમાં ઘુસી જઇને ત્યાં રહેલા તમામ કર્મચારીઓને બાનમાં પકડી લીધા બાદ લૂંટ ચલાવીને ઠંડાકલેજે ફરાર થઇ ગયા હતા. આ ઘટનાથી સમગ્ર ગુજરાત અને વાપીમાં ખળભળાટ મચી ગયો છે. લૂંટારા શખ્સોને પકડી પાડવા પોલીસ માટે પણ પડકારરુપ સ્થિતિ થઇ ગઇ છે. હાલમાં પોલીસ સીસીટીવીના આધાર પર તપાસ કરી રહી છે.

આજે વાપી શહેરના ભરચક ગણાતા ચણોદ વિસ્તારમાં આવેલા આઈઆઈ એફએલ (ઈન્ડિયા ઈન્ફોલાઈન) ગોલ્ડ લોન અને ફાયનાન્સની ઓફિસમાં કર્મચારીઓને બંધક બનાવીને રૂપિયા રૂ.૧૦ કરોડની લૂંટ થઈ છે. લૂંટારાઓ કર્મચારીઓને સેલો ટેપથી બાંધીને રૂ.૮ કરોડના સોના સહિત રૂ.૧૦ કરોડની લૂંટ ચલાવીને માત્ર ૧૦ મિનિટમાં નાસી છૂટ્યા હતા. સનસનાટીભરી આ લૂંટના બનાવને લઇ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને જિલ્લા સહિત મહારાષ્ટ્રની બોર્ડર પર અને નજીકના પોલીસ સ્ટેશનમાં નાકાબંધીની સૂચના આપી લૂંટારાઓને પકડવાના ચક્રો ગતિમાન કરાયા હતા.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, વાપીના ચણોદ વિસ્તારમાં ચંદ્રલોક એપાર્ટમેન્ટના પહેલા માળે આઇઆઇએફએલ ગોલ્ડ લોન બેંકમાં આજે સવારે પોણા ૧૦ વાગ્યાની આસપાસ એક બાદ એક ૬ જેટલા બુકાનીધારી ઘૂસ્યા હતા. બુકાનીધારી શખ્સોએ રિવોલ્વર તેમજ ઘાતક હથિયારો બતાવી કર્મચારીઓને સેલો ટેપથી બાંધીને બંધક બનાવ્યા હતા.

લોકરની ચાવીઓ લઈ લોકર ખોલી અંદર રહેલું આશરે રૂ.૮ કરોડથી વધુનું સોનું મળી કુલ દસ કરોડની લૂંટ ચલાવી તમામ લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા. ચોંકાવનારી વાત એ છે કે, લૂંટારાઓએ માત્ર દસ જ મિનિટમાં સનસનાટીભરી આ લૂંટને અંજામ આપ્યો હતો. લૂંટારૂઓએ મોઢે બુકાની બાંધી હતી અને જેકેટ પહેર્યા હતા તેમજ લેંઘો અને ઝભ્ભા પહેર્યા હોવાનું કર્મચારીઓએ પોલીસને જણાવ્યું હતું. ઘટનાને પગલે એસપી તેમજ વાપી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં તેમજ આસપાસના પાડોશી રાજ્યોની નાકાબંધીની જાણ કરવામાં આવી હતી અને સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે લૂંટારાઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. જા કે, આઈઆઈએફએલની ઓફિસમાંથી લૂંટ ચલાવીને ભાગેલા લૂંટારૂઓ થેલાઓ સાથે સીસીટીવીમાં કેદ થયાં હતાં. વજન ન ઉંચાઈ રહ્યો હોય તે રીતે દાગીનાના થેલાને લંગડાતા લંગડાતા ઉપાડીને એક જઈ રહ્યો હોય તેમ સીસીટીવીમાં સામે આવી રહ્યું છે. રોડ પર પાર્ક કરેલી કારની ડેકીમાં ચોરીનો મુદ્દામાલ દેખાઈ સીસીટીવીમાં દેખાઈ રહ્યા છે. હાલ પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.