વાપી ઉદ્યોગનગર પોલીસ દ્વારા સોસાયટીઓમાં અવરનેસ ડ્રાઈવ યોજાઈ

વાપી, આજે વાપી જીઆઇડીસી વિસ્તાર માં આવેલી સૂર્યા સોસાયટી માં ઉદ્યોગનગર પોલીસ દ્વારા મીડિયા મિત્રો ને સાથે રાખી એક કોરોના અવરનેસ ડ્રાઈવ નો આયોજન કર્યો હતો જેમાં વાપી ઉદ્યોગનગર પોલીસ ના પી એસ આઈ એ કે દેસાઈ સાથે અન્ય પોલીસ સ્ટાફ અને મીડિયા કર્મીઓ જેમાં સંજયભાઈ શાહ, મનોજ બથેજા, મનીષ વર્મા અને શંકર ભાનુશાલી હાજર રહ્યા હતા સોસાયટી ના નાગરિકો દ્વારા તમામ પોલીસ અધિકારીઓનો પુષ્પ વર્ષા કરી ભાવભીનો સ્વાગત કરાયું હતું
સ્વાગત પછી પી એસ આઈ એ કે દેસાઈ સાહેબ લોકો ને આ લોક ડાઉન માં ઘરે રહી પ્રશાસન અને પોલીસ ને સહયોગ કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્ય માં પણ આવો જ સહયોગ મળશે અને માસ્ક, ડીસ્ટેન્સિંગ નો પાલન કરશો એવી આશા વ્યક્ત કરી હતી ત્યાર પછી સંજય ભાઈ શાહ દ્વારા પ્રસંગ ના અનુરૂપ કોરોના ગાયન ગાયું હતું અંત માં સરદાર રોશન પ્રાજી સરસ ગાયન ગાઈ લોકો ને મન મોહિત કરી આ લોક ડાઉન ના સમય માં પ્રફુલ્લિત કરી દીધો હતો.