વાપી કોપરલી રોડ ઉપર આવેલ હરિ ઓમ કોમ્પલેક્સ પાસે અસામાજિક તત્વો નો અડ્ડો બની જતા રહીશો પરેશાન
છેલ્લા ઘણા સમય થી વાપી કોપરલી રોડ ઉપર આવેલ હરિ ઓમ કોમ્પલેક્સ બિલ્ડીંગ પાસે વાપી નજીક છીરી માં વસવાટ કરતા પરપ્રાંતીય લોકો અહમદ નગર અને પાદર ફળિયા તેમજ ગાલા મસાલા અને શાંતિ નગર ના અસામાજિક તત્વો નવરા ધૂપ લોકો આખો આખો દિવસ હરિ ઓમ કોમ્પલેક્સ ના બિલ્ડીંગ માં આવેલ તનમન ની આસપાસ અડ્ડો ઝમાવી બેઠા હોઈ છે.
સતત રાહદારી ઓ અને વાહન ચાલકો માટે તેમજ આસપાસ ના રહીશો માટે માથા ના દુખાવા સમાન બનેલ દુષણો તાત્કાલિક દૂર થાય તેવા પ્રયાસો ઉદ્યોગ નગર પોલીસ દ્વવારા કરવામાં આવે એવી લોક લાગણી જોવા મળી છે. કોઈક દિવસ કોઈ મોટી હોનારત થાય તો નવાઈ નહીં કારણ જાહેર માર્ગ ઉપર ગાડી પાર્ક કરી લુખ્ખા ગિરી પણ કરતા હોવાની સ્થાનિકો એ ફરિયાદ કરી છે.