વાપી નગરપાલિકાની ચૂંટણીમાં ૪૪માંથી ૨૫ સીટો ભાજપે જીતી
વાપી, વાપી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપેની જીત થઈ છે. જેમા કુલ ૪૪ બેઠકોમાંથી ૨૫ બેઠકો પર ભાજપે બહુમતી મેળવી છે. કુલ ૧૯ બેઠકો પર મતગણતરી હજું બાકી છે. હજુ પણ કોંગ્રેસ કે આપનું ખાતું ખુલ્યું છે. ભાજપની જીત થતા કાર્યકરોમાં અને પાર્ટીમાં ખુશી જાેવા મળી રહી છે. સાથેજ પાર્ટીમાં ઉજવણીની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.
આપને જણાવી દઈએ કે ૨૦૨૨માં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેથી વાપી નગરપાલિકાની જીત વાપી ભાજપ માટે ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. કારણકે નગપાલિકાની ચૂંટણીની અસર વિધાનસભા ચૂંટણી પર પણ પડશે. જાેકે હજુ ૧૯ બેઠકો પર મતગણતરી બાકી છે. પરંતુ ભાજપે ૪૪માંથી ૨૫ સીટ પર જીત મેળવી લીધી છે.HS