વાપી વેલસ્પન ઈંડિયામાં ટ્રેનિંગ માટે આવેલી છતિસગઢ ની 33 દીકરીઓ બસ મારફતે પોતાના વતન પરત થઈ
વાપી, વાપી વેલસ્પન માં ટ્રેનિંગ અને નોકરી માટે આવેલી છતિસગઢ ના જિલ્લા ધમતરી અને બાલોદ જિલ્લા ની 33 દીકરીઓ રવિવારના રોજ બસ મારફતે પોતાના વતન રવાના થઈ હતી મળતી માહિતી મુજબ છત્તીસગઢ ના ધમતરી અને બાલોદ જિલ્લા થી રૂપમાં સાહુ, નિર્મલા સાહુ સમેત 33 જેટલી દીકરીઓ 23 જાન્યુઆરીએ તેમના પ્લેસમેન્ટ ઓફિસર ના મારફતે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના ના અંતર્ગત વાપી ની વેલસ્પન ઈંડિયા લી માં ટ્રેનિંગ અર્થે આવી હતી.
જેમની ટ્રેનિંગ પૂરી થતા તેમને વેલસ્પન કંપની માં નોકરી શરૂ કરી હતી જેમને રહેવા ખાવા માટે વેલસ્પન કોલોની માં રાખવા માં આવી હતી પણ 23 માર્ચ થી દેશ માં કોરોના વાયરસ ના લીધે તકેદારી ના પગલાં ના ભાગ રૂપે લોક ડાઉન લાદવા માં આવ્યો હતો પણ દેશ માં કોરોના ના પોઝિટિવ કેસો મળવા ની શરૂઆત થતાં આ તમામ દીકરીઓ અને તેમના વાલીઓ ચિંતાતુર બન્યા હતા અને વેલસ્પન કંપનીના અધિકારીઓ પાસે પોતાના વતન પરત થવા માટે સહયોગ ની માંગણી કરી હતી.
જેથી કંપની પ્રશાસન દ્વારા વલસાડ કલેકટર કાર્યાલય માં વાત કરતા છત્તીસગઢ કલેકટર ની અનુમતિ લેવા જણાવ્યું હતું જેનો કોઈ મેળ ના પડતા વાલીઓએ ત્યાં ના બજરંગ દલ સાથે સંપર્ક કરી વલસાડ જિલ્લા ના બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ અને ભાજપ ના સભ્યો ને વાત કરી હતી.
જેથી ભાજપ જિલ્લા યુવા કોષાધ્યક્ષ ના સંદીપ પરમાર અને વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત સામાજિક સમરસતા સંયોજક અજિત સિહ સોલંકીએ, વલસાડ જિલ્લા બજરંગ દલ ના સંયોજક નીરજભાઈ ત્રિવેદી, વિશ્વ હિંદુ પરિષદ વાપી ના મંત્રી શૈલેષભાઈ પટેલ, અમર ભાઈ ઠક્કર, હાર્દિક ભાઈ પટેલ, ભૂપેનભાઈ, અમનભાઈ સહાયતા માટે આગળ આવી છતિસગઢ અને વલસાડ પ્રશાસન સાથે સંપર્ક કરી તમામ જરૂરી પ્રક્રિયા પૂરી કરી દીકરીઓ ને તેમના વતન મોકલવા માટે ની અનુમતિ મેળવી હતી.
આ સાથે શનિવારે તમામ દીકરીઓ નો મેડિકલ કરાવી મેડિકલ સર્ટિફિકેટ મેળવ્યું હતું આ સાથે વેલસ્પન ઈંડિયા લિ દ્વારા પણ આ તમામ દીકરીઓ ને વતન જવા ની પરમિશન મળતા કપની ના એચ આર વિભાગ દ્વારા તમામ જરૂરી કાર્યવાહી પૂરી કરી એન ઓ સી આપી દીધી હતી.
જેથી રવિવારે બપોરે તમામ દીકરીઓ બસ મારફતે પોતાના વતન છત્તીસગઢ રવાના થઈ હતી તેમના માટે રસ્તા માં ભોજન અને પાણીની વ્યવસ્થા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના સભ્યોએ પૂરી પાડી બસ ની વ્યવસ્થા કરવા માટે સહાય કરી હતી જોકે બસ યાત્રા નો ખર્ચ બજરંગ દલ અને દીકરીઓ મળી વહન કર્યો હતો. આ સાથે બજરંગ દળ અને વિહિપ ના સભ્યોએ તમામ દીકરીઓ ને જરૂરી સલાહ સૂચન કરી સુરક્ષા માટે 4-5 દીકરીઓ ને બજરંગ દલ નો પ્રતીક સમાં બજરંગ દળ નો બેલ્ટ અને એક નાનો ત્રિશૂળ ભેંટ આપ્યો હતો.