વાપી શહેર નોટિફાઈડ તાલુકાની ભાજપની મહત્ત્વની બેઠક યોજાઈ
(પ્રતિનિધિ)વાપી, ભારતીય જનતા પાર્ટી ની વાપી શહેર, વાપી નોટિફાઇડ અને વાપી તાલુકા મંડળની મહત્વની બેઠકનું વાપી રોફેલ એમબીએ કોલેજ હોલમાં આયોજન થયું હતું.
જિલ્લા મહામંત્રી શિલ્પેશભાઈ દેસાઈ ની વિશેષ ઉપસ્તીથીમાં અને ત્રણેય મંડળના પ્રમુખ સતિષભાઈ પટેલ, હેમંતભાઈ પટેલ અને સુરેશભાઇ પટેલની આગેવાનીમાં આયોજિત બેઠકમાં શહેર પ્રભારી આશીતભાઈ દેસાઈ, તાલુકા પ્રભારી પરેશભાઈ દેસાઈ, સહિત વાપી તાલુકા પ ઉપપ્રમુખ રજનીકાંત ભાઈ પટેલ,
વાપી શહેર મહામંત્રી વિરાજભાઈ દક્ષિણી , ભવલેશભાઈ કોટડીયા, વાપી નોટિફાઇડ મહામંત્રી સુધીરભાઇ સાવલિયા, સુથારભાઈ, વાપી તાલુકા મહામંત્રી જયેશભાઇ પટેલ, વાપી ન.પા પ્રમુખ કાશ્મીરાબેન શાહ, ન.પા ઉપપ્રમુખ અભયભાઈ શાહ, કારોબારી ચેરમેન મિતેષભાઈ દેસાઈ, સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો, શક્તિ કેન્દ્રના સંયોજકો/પ્રભારીઓ સહિત અગ્રણી કાર્યકર્તાઓ જાેડાયા હતાં.
આ બેઠક માં સંગઠનના આગામી કાર્યક્રમો અંગે મહત્વની માહિતી કાર્યકર્તાઓને આપવામાં આવી હતી. મંચ સંચાલન વાપી ન.પાના પૂર્વ પ્રમુખ વિથ્થલભાઈ પટેલ દ્વારા કરાયું હતું.