વાપી GIDCના માર્ગ ઉપર ટ્રાફિક સમસ્યાથી વાહનચાલકો ત્રસ્ત

(પ્રતિનિધિ)વલસાડ, વાપી જીઆઇડીસી ના થર્ડ ફેઝ જતાં માર્ગ ઉપર રોજ રોજ ની ટ્રાફિક સમસ્યા વાહન ચાલકો માટે માથા ના દુખાવા સમાન બન્યો છે. અધિકારીઓ દ્વારા કરેલ લાપરવાહી ને લઈ વાહન ચાલકો ને વિશ થી પચીસ મિનિટ લોકો ને જામ ફસી રહવાનો સમય આવે છે. નોટીફાઇડ દ્વારા ટ્રાફિક નિયંત્રણ ની ગાડી ની લાપરવાહી અને નિષ્ક્રિયતા ને લઈ કંપની માં કામ કરતા કર્મચારીઓ અને સંચાલકો વેળાસર પોહચી શકતા નથી. ખૂબજ વિકટ અને જટિલ સમસ્યા નિવારવા અઘિકારી ઓ સદંતર નિષ્ફળ સાબિત થયા છે. વાપી માં ટ્રાફિક સમસ્યા વાહન ચાલકો માટે અને રાહદારી ઓ માટે ક્યારેક અકસ્માત નો ભોગ બનવું પડે તો નવાઈ નહી? સવારે અને સાંજે જ્યારે ટ્રાફિક નિયંત્રણ કરવાની જરૂર હોઈ ત્યારે ત્યાં કોઇ પણ જવાબદાર અધિકારીઓ નું પેટ્રોલિંગ જાેવા મળતું નથી એવું વાહન ચાલકો અને રાહદારીઓ નો આક્રોશ જાેવા મળ્યો હતો. ટ્રાફિક સમસ્યા નું નિરાકરણ તાત્કાલિક લાવી વાહન ચાલકો અને રાહદારી ઓ રાહત અનુભવે એવી માંગ કરી હતી.
વાપી જીઆઇડીસી વિસ્તાર માં ટ્રાફિક જામ ની સમસ્યા વાહન ચાલકો અને રાહદારીઓ માટે માથા ના દુખાવા સમાન છેલ્લા સાત માસ થી હતી નવા પુલ નિર્માણ નું કામ શરૂ કરવામા આવ્યું છતાં કામ ની શરુઆત બાદ કામ બિલકુલ ઠપ્પ જઈ જતાં વાહન ચાલકો ને વૈકલ્પિક માર્ગ ઉપર ટ્રાફિક જામ ની સમસ્યા ની સામનો કરવો પડી રહ્યો છે.