Western Times News

Gujarati News

વાયરસનું મ્યૂટેડ થવાની આશંકા, આવનારા પડકારો સામે લડવા માટે દેશે તૈયાર રહેવું પડશે

Files Photo

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા કોરોના ફ્રન્ટલાઇન વર્કર્સ માટે તૈયાર કરવામાં આવેલ ક્રેશ કોર્સ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે. આ ક્રેશ કોર્સ દેશના ૨૬ રાજ્યોમાં શરૂ કરવામાં આવી રહ્યો છે. આ માટે લગભગ ૧૧૧ ટ્રેનિંગ સેન્ટર બનાવવામાં આવ્યા છે.

આ દરમિયાન તેમને કહ્યું હતું કે કોરોનાની બીજી લહેરમાં આપણે જાેયું કે કોરોના વાયરસનો બદલાવ આપણી સામે કયા પ્રકારના પડકારો લાવી શકે છે. વાયરસ હજી પણ આપની વચ્ચે જ છે. તેના મ્યૂટેડ થવાની આશંકા હજી પણ જણાઈ રહી છે. એટલા માટે આવનારા પડકારો સામે લડવા માટે દેશે તૈયાર રહેવું પડશે. માટે આજે એક લાખ ફ્રન્ટલાઇન વર્કર્સને તૈયાર કરવાનું મહાઅભિયાન શરૂ થઈ રહ્યું છે.

તેમણે કહ્યું કે કોરોના સામે લડી રહેલી ફોર્સને સપોર્ટ કરવા માટે દેશના એક લાખ યુવાઓને ટ્રેન્ડ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ કામ બે-ત્રણ મહીનામાં જ થઈ જશે. માટે આ વહેલી તકે તેમના માટે ઉપલબ્ધ થઈ જશે. દેશના ટોપ એક્સપર્ટ્‌સએ આ ક્રેશ કોર્સ ડિઝાઇન કર્યો છે. આજે ૬ કસ્ટમાઈજ કોર્સ લોન્ચ કરવામાં આવી રહ્યા છે. આ અભિયાન દ્વારા કોરોના સામે લડી રહેલી હેલ્થ સેકટરની ફ્રન્ટ લાઇન ફોર્સને નવી મદદ મળશે. હવે સ્કિલ, રીસ્કિલ અને અપસ્કિલનો મંત્ર ખુબ મદદ કરશે. બદલાતી પરિસ્થિતિ મુજબ પોતાની સ્કિલને વેલ્યૂએડ કરવી અપસ્કિલ છે અને આ સમયની પણ આ જ માંગ છે. સ્કિલ, રીસ્કિલ અને અપસ્કિલના મહત્વને સમજાવતા દેશમાં સ્કિલ ઈન્ડિયા મિશન શરૂ કરવામાં આવ્યું છે. પ્રથમ વખત અલગથી કૌશલ વિકાસ મંત્રાલય બનાવવામાં આવ્યું.

કેન્દ્ર અને ખોલવું, તેમાં લાખો નવી બેઠકો ઉમેરવી, આ બાબતે સતત કામ કરવામાં આવ્યું.તે વાતની દેશમાં બહુ ચર્ચા નથી થઈ શકી કે સ્કિલ ઈન્ડિયાના આ પ્રોગ્રામે દેશને કેટલી તાકાત આપી છે. જ્યારથી કોરોનાનો પડકાર આપની સામે આવ્યો છે, ત્યારથી કૌશલ વિકાસ મંત્રાલયના લોકોને ટ્રેન્ડ કરવામાં ખુબ જ મહત્વપૂર્ણ કામ કર્યું છે. વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે સાથીઓ આપની જનસંખ્યાને જાેતાં પેરા મેડિકલ સ્ટાફ અને આરોગ્યલક્ષી સેવાઓમા છેલ્લા કેટલાક વર્ષોમાં ખુબ જ ધ્યાન કેન્દ્રિત કરતાં કામ કરવામાં આવ્યું છે.

તેમણે કહ્યું કે નવી એમ્સ અને નવી નર્સિંગ કોલેજના કામ પર વધુ ભાર આપવામાં આવ્યો છે. તેવી જ રીતે મેડિકલ એજ્યુકેશન અને રીફોર્મ્સને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આજે જે ગતિએ હેલ્થ પ્રોફેશનલ તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે, તે ખુબ જ અદ્દભુત છે. આશા, એએનએમ અને ગામે-ગામમા ં તૈનાત અમારા કર્મચારી, કુદરતી પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય, આ સાથી પોતાની સેવાઓ આપવામાં લાગેલા છે. વેક્સિનેશન અભિયાનને સફળ બનાવવામાં આ સાથીઓએ ખુબ મોટી ભૂમિકા નિભાવી છે.કોરોના મહામારીએ સાયન્સ, સમાજ, સંસ્થા અને વ્યક્તિના રૂપે આપણને આપની ક્ષમતાઓનો વિસ્તાર કરાવા માટે સતર્ક કર્યા છે. આજે દેશના છેવાડાના વિસ્તારોની હોસ્પિટલો સુધી વેંતિલેટર્સ, ઓક્સિજન કન્સંટ્રેટર ઝડપથી પહોંચાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. દોઢ હજારથી વધુ ઓક્સિજન પ્લાન્ટ લગાવવાનું કામ યુદ્ધ સ્તરે ચાલુ છે.

ફ્રન્ટલાઈન વર્કર્સના વિશેષ તાલીમ કાર્યક્રમ અંતર્ગત ઉમેદવારોને નિઃ શુલ્ક તાલીમની સાથે ભોજન અને રહેવાની સુવિધા, સ્ટાઇપેન્ડ, સ્કિલ ઈન્ડિયાનું પ્રમાણપત્ર અને પ્રમાણિત ઉમેદવારોને ૨ લાખ રૂપિયાનો અકસ્માત વીમો પણ આપવામાં આવશે. ફ્રન્ટલાઈન વર્કર્સને તાલીમ પૂર્ણ કર્યા પછી ઉમેદવારો ડ્ઢજીઝ્ર/જીજીડ્ઢસ્ની વ્યવસ્થા હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સમુદાય આરોગ્ય કેન્દ્રો, આરોગ્ય સુવિધાઓ અને હોસ્પિટલોમાં કામ કરી શકશે.

આ કાર્યક્રમનો ઉદ્દેશ દેશભરમાં એક લાખથી વધુ કોરોના વોરિયર્સને કુશળતાથી સજ્જ કરવાનો છે અને તેમને કંઈક નવું શીખવવાનો છે. કોરોના વોરિયર્સને હોમ કેર સપોર્ટ, બેઝિક કેર સપોર્ટ, એડવાન્સ કેર સપોર્ટ, ઇમરજન્સી કેર સપોર્ટ, સેમ્પલ કલેક્શન સપોર્ટ અને મેડિકલ ઇક્વિપમેન્ટ સપોર્ટ જેવી ૬ ટાસ્ક સંબંધિત ભૂમિકાઓ વિશેની તાલીમ આપવામાં આવશે.આ કાર્યક્રમ માટે ૨૭૬ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ પ્રધાનમંત્રીએ કૌશલ વિકાસ યોજના ૩.૦ હેઠળ આવનારો પ્રોગ્રામ છે, જેને ખાસ રીતે ફ્રન્ટલાઇન વર્કર્સ માટે તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ આરોગ્યના ક્ષેત્રમાં શ્રમશક્તિની હાલની અને ભવિષ્યની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કુશળ બિન-તબીબી આરોગ્ય વર્કર્સને તૈયાર કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.