વાયરસ સામે વેક્સિન સૌથી મોટો હથિયાર: કેન્દ્ર સરકાર
નવીદિલ્હી, ભારતમાં કોરોના વાયરસ સામે વેક્સિનેશન પર મોટું અભિયાન ચાલી રહ્યું છે ત્યારે વેક્સિનનાં બુસ્ટર ડોઝને લઈને સરકાર દ્વારા મોટું નિવેદન સામે આવ્યું છે. ભારતમાં અત્યારે ૧૮ વર્ષથી વધુ ઉંમરનાં લોકોને કોરોના વાયરસની વેક્સિન આપવામાં આવી રહી છે ત્યારે અમુક દેશોમાં વેક્સિનના બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત થઈ ગઈ છે.
ભારતમાં વેક્સિનનો બુસ્ટર ડોઝ ક્યારે આપવામાં આવશે તેને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મોટું નિવેદન સામે આવી રહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે ભારતમાં અત્યારે બધાને કોરોના વેક્સિનનાં બે ડોઝ આપવા એ જ પ્રાથમિકતા છે. સરકાર આ વર્ષનાં અંત સુધીમાં બધાને વેક્સિન આપી દેશે તે લક્ષ્ય છે જ્યારે બુસ્ટર ડોઝને લઈને કોઈ જ વૈજ્ઞાનિક ચર્ચા કેન્દ્રીય વિષયમાં નથી.
ભારતમાં કોરોનાના મામલામાં રોજના આંકડા જાેઈએ તો કોઈ ખાસ રાહત નથી આવી રહી. ગત ૨૪ કલાકમાં દેશભરમાં ૩૪,૪૦૩ કોરોના મામલા જાેવા મળી રહ્યા છે. જાે કે આ દરમિયાન કુલ ૩૭,૯૫૦ લોકો સંપૂર્ણ સાજા થઈ ગયા છે. આ સમયે દેશમાં કોરોનાના ૩, ૩૯, ૦૫૬ મામલા સક્રિય છે. દેશમાં કુલ ૩૩ લાખ ૮૧ હજાર ૬૨૯ લોકો કોરોનાનો શિકાર થઈ ચૂક્યા છે. આ સ્થિતિનું સૌથી મોટું કારણ કેરળ પણ છે.
અહીં કોરોનાના દૈનિક આંકડા ૨૦ હજારની ઉપર બનેલા છે. દક્ષિણના રાજ્યોથી કોરોનાના સૌથી વધારે નવા મામલા સામે આવી રહ્યા છે. ત્યારે તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં ગત અનેક દિવસોથી ૧ હજારથી વધારે કેસ સામે આવી રહ્યા છે. જાે કે આ તમામની વચ્ચે રિકવરી રેટ વધતા કોરોનાના એક્ટિવ કેસ ઘટ્યા છે. દેશમાં કોરોનાના રિકવરી કેસ ૯૭.૬૫ ટકા પર છે. ત્યારે કુલ મામલાના ૧.૦૨ ટકા કેસ સક્રિય છે.HS