વાયરસ સામે વેક્સીન આપણા માટે સૌથી શક્તિશાળી ઢાલ છે. : ડો.ગુલેરિયા

નવીદિલ્હી: દેશમાં કોહરામ મચાવી રહેલ કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે વિશેષજ્ઞોએ ત્રીજી લહેરની પણ ચેતવણી આપી દીધી છે. આ સાથે જ કહેવામાં આવી રહ્યુ છે કે ત્રીજી લહેરમાં નાના બાળકો સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે. કોરોના વાયરસની ત્રીજી લહેરની સંભાવનાને જાેતા સરકારે વ્યાપક સ્તરે રસીકરણની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન દિલ્લી સ્થિત ઑલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઑફ મેડિકલ સાયન્સના ડાયરેક્ટર ડૉ.રણદીપ ગુલેરિયાએ કોરોના વાયરસની ત્રીજી લહેર વિશે મહત્વની માહિતી આપી છે.
ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યુ, ‘મને નથી લાગતુ કે કોરોના વાયરસની ત્રીજી લહેર આટલી ખતરનાક હશે જેટલી બીજી લહેર છે. પરંતુ આપણે આ ત્રીજી લહેરની અસર ઘટાડવા માટે કોરોના વાયરસ પ્રોટોકૉલનુ પાલન કરવુ પડશે અને સા્થે જ વધુને વધુ લોકોએ વેક્સીન લેવી પડશે. કોરોના વાયરસ સામે વેક્સીન આપણા માટે સૌથી શક્તિશાળી ઢાલ છે.’
આઇસીએમઆરના મહાનિર્દેશકની રાજ્ય સરકારોને સલાહ, આ ત્રણ શરતો પૂરી થવા પર જ લૉકડાઉનમાં આપવામાં આવે છૂટૈંઝ્રસ્ઇના મહાનિર્દેશકની રાજ્ય સરકારોને સલાહ, આ ત્રણ શરતો પૂરી થવા પર જ લૉકડાઉનમાં આપવામાં આવે છૂટ વળી, કોરોના વેક્સીન લીધા બાદ પણ સંક્રમણના સમાચારોને ડૉ. રણદીપ ગુલેરિયાએ માત્ર અફવા ગણાવી છે. ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યુ, ‘આ ઘણુ દુઃખદ છે કે જે સમયે આપણે એક મહામારી સામે લડી રહ્યા છે એ વખતે પણ અમુક લોકો અફવાઓ ફેલાવી રહ્યા છે. આંકડા એ વિશે પુરાવા આપી રહ્યા છે કે જે લોકોએ વેક્સીન લીધી અને કોરોના વાયરસથી સંક્રમિત થયા તેમનામાં સામાન્ય લક્ષણ જાેવા મળ્યા.’
ડૉ. રણદીપ ગુલેરિયાએ આગળ કહ્યુ, ‘જે લોકો વેક્સીન લગાવવાથી ઈનકાર કરી રહ્યા છે તેમના માટે આ પગલુ ઘણુ જાેખમભર્યુ હોઈ શકે છે. આજે વેક્સીન વિશે અમે જે અફવાઓ સાંભળી રહ્યા છે, જાેઈ રહ્યા છે, તેમનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. માત્ર સનસની ફેલાવવા અને લોકોમાં દહેશત પેદા કરવાના હેતુથી આ અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. જાે કોઈ વ્યક્તિ વેક્સીનનો બંને ડોઝ લઈ લે છે અને ત્યારબાદ પણ સંક્રમિત થાય છે, તો તેને ગંભીર બિમારીનુ જાેખમ નહિ હોય. સાથે જ તે દર્દી સામાન્ય દર્દીઓની તુલનામાં જલ્દી રિકવર પણ થશે.’