વાયુસેનાના બે હેલિકોપ્ટરો વચ્ચે ટકકર થતાં ૧૫ના મોત
કાબુલ: અફઘાનિસ્તાનમાં ભીષણ હવાઇ દુર્ઘટના થઇ છે. મંગળવારે રાતે દક્ષિણી હેલમંદના નવા જીલ્લામાં અફધાન વાયુસેનાના બે હેલિકોપ્ટરની ટકકર થઇ હતી.આ દુર્ધટનામાં ઓછામાં ઓછા ૧૫ લોકોના મોત નિપજયા હતાં. ટોલો ન્યુઝી આ માહિતી આપી હતી.
ટોલો ન્યુઝના રિપોર્ટ અનુસાર સુત્રોએ જણાવ્યું હતું કે હેલિકોપ્ટરો દ્વારા કમાંડોને એક સ્થાન પર ઉતારવામાં આવી રહ્યાં હતાં ત્યાંથી ઘાયલ સુરક્ષા દળોને લઇ જઇ રહ્યાં હતાં. આ દરમિયાન બંન્ને હેલિકોપ્ટરો વચ્ચે ટકકર થઇ કહેવાય છે કે આ ઘટનામાં આઠ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજયા હતાં.
જાે કે હજુ સુધી અફધાનિસ્તાનના રક્ષા મંત્રાલય તરફથી આ દુર્ધટનાને લઇ કોઇ ટીપ્પણી કરવામાં આવી નથી.જયારે પ્રાંતીય ગવર્નરના પ્રવકતા ઓમર જવાકે નવા જીલ્લામાં થયેલ દુર્ઘટનાની પુષ્ટી કરી છે પરંતુ આ પર વધુ માહિતી આપી ન હતી.