વાયુસેના ઉપરાંત ભારતીય નૌસેનાના 20 MiG-29 પણ લદ્દાખમાં તૈનાત
નવી દિલ્હી, વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી)થી પીછે હટ કરવા માટે નક્કી કરવામાં આવેલી પ્રક્રિયાનું પાલન કરવામાં ચીન આનાકાની કરતુ નજર આવી રહ્યું છે. દરમિયાન તણાવને જોતા ભારતીય સેના કમર કસી રહ્યું છે. અત્યાર સુધી ભારતી વાયુસેના અને થલસેના લદ્દાખમાં આક્રમક હતું પરંતુ હવે ભારતીય નૌસેના દરિયા ઉપરાંત લદ્દાખમાં પોતાની તાકાતનો પરચો બતાવતું નજર આવશે. રિપોર્ટ અનુસાર નૌસેનાના 20 મિગ-29K વિમાન ઉત્તર લદ્દાખમાં તૈનાત કરવામાં આવ્યાં છે જ્યાં ચીન અને પાકિસ્તાન બંનેને મુંહતોડ જવાબ આપવા મોજૂજ રહેશે.
દરમિયાન રક્ષા બબતો અંગે ઓછું જાણતા લોકોના મનમાં કેટલાય સવાલ ઉભા થઇ રહ્યાં છે. જેવા કે ભારતીય સેનાની પાસે ફાઇટર જેટ વિમાન કેમ હોય છે, આ ફાઇટર જેટ લદ્દાખમાં કેમ મોકલવામાં આવ્યાં, શું એરક્રાફ્ટ કેરિયર INS વિક્રમાદિત્ય પર વિમાનની તંગી સર્જાશે અને મિગ-29 આટલા ખાસ કેમ છે. આવો જાણીએ. ભારતીય વાયુસેના ઉપરાંત ભારતીય નૌસેના પણ મિગ-29 વિમાનનો ઉપયોગ કરે છે જેને MiG-29Kના નામથી પણ ઓળખાય છે. આ વિમાન ભારતના એરક્રાફ્ટ કેરિયર INS વિક્માદિત્ય પર તૈનાત કરવામાં આવે છે.
હાલ જે 20 વિમાનને લદ્દાખ મોકલવામાં આવ્યાં છે તે ગોવા સ્થિત ભારતીય નૌસેનના INS હંસા બેઝ પર તૈનાત હતા. નૌસેનાની પાસે MiG-29K વિમાનોની બે સ્ક્વોડ્રન છે, જેમાંથી એક અરબ સાગરમાં આવેલા INS વિક્રમાદિત્ય પર તૈનાત છે જ્યારે બીજી સ્ક્વોડ્રનનો ઉપયોગ તણાવની સ્થિતિને જોતા લદ્દાખમાં કરવામાં આવી રહ્યો છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની રચના બાદ સેનાની ત્રણેય પાંખ વચ્ચે તાલમેલને મજબૂત કરવા અને દેશમાં હાજર રક્ષા સંસાધનોને સારી રીતે ઉપયોગ થાય તે ઇરાદેથી આ પગલું ઉઠાવ્યું છે.