વાયુસેના માટેના એન્ટી રેડિએશન મિસાઈલ ‘રૂદ્રમ’નુ સફળ પરિક્ષણ
નવી દિલ્હી, ભારતના ડીફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશને વધુ એક વખત ઈતિહાસ રચીને એન્ટી રેડિએશન મિસાઈલ રૂદ્રમનુ સફળતાપૂર્વક પરિક્ષણ કર્યુ છે. ભારતીય વાયુસેનાના લડાકુ વિમાન સુખોઈ-30 થકી આ મિસાઈલને લોન્ચ કરવામાં આવ્યુ હતુ.ડીઆરડીઓનુ કહેવુ છે કે, રૂદ્રમ ભારતીય વાયુસેના માટે બનાવવામાં આવેલી પહેલી સ્વદેશી એન્ટી રેડિએશન મિસાઈલ છે.જેના માટે લડાકુ વિમાનોનો લોન્ચ પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કરવામાં આવશે.મિસાઈલ સચોટ હુમલો કરવા માટે આઈએનએસ અને જીપીએસ નેવિગેશન ટેકનોલોજીથી સજ્જ છે.
પરિક્ષણ દરિયાન રુદ્રમ મિસાઈલે લક્ષ્ય પર સચોટ પ્રહાર કર્યો હતો.મિસાઈલ કોઈ પણ ઉંચાઈથી લોન્ચ થઈ શકે છે.જે કોઈ પણ પ્રકારના સિગ્નલ કે કોઈ પણ પ્રકારના ટાર્ગેટમાંથી નિકળતા રેડિએશનને કેપ્ચર કરવામાં સક્ષમ છે.જેના આધારે તે પોતાના રડાર થકી સચોટ નિશાન લઈ શકે છે.
હાલમાં મિસાઈલની ટ્રાયલ્સ ચાલુ રહેશે.એક વખત તમામ પરિક્ષણો થઈ જશે તે પછી તેને વાયુસેનામાં સામેલ કરાશે. તેને સુખોઈની સાથે સાથે સ્વદેશી વિમાન તેજસ પરથી પણ લોન્ચ કરી શકાશે.