વાયુ વાવાઝોડા સામે ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર સજ્જ
દરિયા કિનારાના ત્રણ તાલુકાના ૪૦ ગામોને સાવધ કરાયા : દહેજ બંદરે એક નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું તો દહેજ-ઘોઘા ફેરી બંધ કરાઈ
(પ્રતિનિધિ) ભરૂચ, અરબી સમુદ્ર માં સંભવિત વાયુ ચક્રવાત ના કારણે ભરૂચ જીલ્લા ના દહેજ બંદરે એક નંબર નું સિગ્નલ લગાડવા સાથે જીલ્લા વહીવટી તંત્ર સતર્ક થઈ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
વાયુ વાવાઝોડા ની સંભવિત અસર ને લઈને ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે.ઔદ્યોગિક હબ એવા દહેજ બંદરે વાવાઝોડા ની ચેતવણી આપતું એક નંબર નું સિગ્નલ લગાડી દેવામાં આવ્યું છે તો દહેજ-ઘોઘા વચ્ચે ની ફેરી બોટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે અને માછીમારો દરિયો ન ખેડવા માટે તાકીદ કરી દેવામાં આવી હોવાનું જીલ્લા કલેકટરે જણાવી જીલ્લા વહીવટી તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું હોવાનું કહ્યું હતું.
ભરૂચ જીલ્લા ના દરિયા કિનારા ના તાલુકા ના ૪૦ ગામો ને સાવધ રહેવા સૂચના પણ વહીવટી તંત્ર દ્વારા આપી દેવામાં આવી છે.જો કે ભરૂચ જીલ્લા માં વાયુ વાવાઝોડા ની નહિવત અસર થશે તેમ કલેકટરે જણાવી આમ છતાં વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ હોવાનું પણ જણાવ્યું હતું.