વાયુ સેનાએ રીવરફ્રન્ટ ખાતે “આઝાદી નો અમૃત મહોત્સવ” હેઠળ બેન્ડ કોન્સર્ટ નું આયોજન કર્યું
ભારતીય વાયુ સેના દ્વારા અમદાવાદના સાબરમતી નદીના તટ પર આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે બેન્ડ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ. પ્રગતિશીલ ભારતની સ્વતંત્રતાના 75 વર્ષ અને તેના લોકોના કિર્તીપૂર્ણ ઇતિહાસ, સંસ્કૃતિ અને સિધ્ધિઓની ઉજવમી કરવા અને યાદગાર બનાવવા માટે આ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ.
કોવિડ મહામારીમાં કોરોના સામે બાથ ભીડીને કોરોનાને મ્હાત આપવામાં અને દેશ અને રાજ્યના નાગરિકોને કોરોના સામે સુરક્ષીત કરવામાં અહમ ભૂમિકા ભજવનારા કોરોના વોરીયર્સનું સન્માન પણ આજના આઝાદી કા અમૃત મહોત્સવની બેન્ડ કોન્સર્ટમાં કરવામાં આવ્યું હતુ.
આ બેન્ડ કોન્સર્ટમાં એર ફોર્સ બેન્ડના મ્યુઝિશીયનોની ટીમ દ્વારા વિવિધ કર્ણપ્રીય શોર્ય અને દેશભક્તિના ગીતો તેમજ ઇન્સ્ટ્રુમેન્ટલ સંગીતથી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
સંગીત સંધ્યામાં શૂર-સંગીતની વિવિધ ધ્વનિએ સમગ્ર કાર્યક્રમને આકર્ષિત બનાવીને સંધ્યાને સંગીતમય બનાવી હતી. આજે પ્રસ્તુત કરવામાં આવેલ વિવિધ સંગીત ધ્વની અને દેશભક્તિ ભર્યા સંગીતે લોકોમાં દેશ દાઝની ભાવના જીવંત કરી હતી.