વારંવાર પેટમાં ગરબડ થઈ જતી હોય તો ઘરગથ્થુ નુસખા ઉપયોગી બનશે!
ઘણી બહેનોને સતત પેટની સમસ્યા પજવતી રહે છે. તેમનું પાચન કદી પાટે ચઢતું જ નથી. દર થોડા દિવસે તેમને પેટની તકલીફ થયા કરે છે. તેઓ દવા લઈ લઈને કંટાળી જાય છે, પરંતુ સમસ્યા દૂર થતી નથી. એવી બહેનોએ દવાઓ ખાવાને બદલે થોડા દિવસ આ ઘરેલુ ઉપચાર પ્રયોગ કરવા જાેઈએ.
ખોરાક અને પાણીમાં બેક્ટેરિયા આવતા રહે તો તમને હિપેટાઈટિસ બી, નોરો વાઈર, રોટા વાઈરસ વગેરે જઠરમાં અને આંતરડાામાં ભેગા થઈને ઉત્પાત મચાવેછે. તમને કોઈ ખોરાકની એલર્જી હોઈ શકે છે. તમે ધ્યાન રાખો કે કઈ વસ્તુ ખાધા પછી ેપેટમાં ગબરડ થઈ જાય છે તો તમને ખબર પડી જશે કે કઈ વસ્તુ ખાવાથી મુશ્કેલી સર્જાય છે. માની લો કે તમને એ વાનગીની એલર્જી છે.
એક કારણ એ પણ હોઈશ કે તમને તાજી વસ્તુને બદલે વાસી વસ્તુઓ ગરમ કરીને કે વઘારીને ખાવની ટેવ છે. તેમાં બની શકે કે વાનગી બગડી ગઈ હોય. તેથી ફૂડ પોઈઝનિંગ થઈ જતું હોય. અન્ય કોઈ જ કારણ ન હોય અને છતાં વારંવાર ખાધા પછી પેટ ભારે થઈજતું હોય તો લિવરની તપાસ કરાવી લેવી. જાે લિવરમાં જરાય ગબરડ હશે તો ખરાક પચશે જ નહીં.
ડોક્ટરને મળી આવ્યા પછી કે મળવા જતાં પહેલાં થોડાક દિવસ આ ઘરગથ્થુ કીમિયા પણ અજમાવી જુઓ. તેથી ખાસ્સો લાભ થશે.
નિયમિત નારિયેળ પાણી પીઓ. નારિયેળ પાણીમાં એવા એન્ઝાઈમ્સ હોય છે કે જે પાચનક્રિયાને સારી રાખે. વળી નારિયેળ પાણી પીતા રહેવાથી તમારૂં પાચનતંત્ર હાઈડ્રેટેડ રહેશે.
સવારે નરણા કોઠે એક કપ જીરાનું પાણી પીવાનું રાખો. તેમાં એન્ટિસેપ્ટિક ગુણ હોવાથી આંતરડામાં કોઈ બેક્ટેરિયા વગેરેનો ચેપ હશે તો દૂર થશે. જમ્યા પછી ચપટી અજમો ખાવાથી પણ આવો જ લાભ થશે.
દિવસમાં બે વખત એક વાટકી ભરીને દહીં ખાવાથી પાચન સરખું થઈ જશે. પેટની સમસ્યાઓ ધીમે ધીમે દૂર થઈ જશે. દહીમાં ચપટી મીઠું અને કાળા મરીનો ભૂકો નાંખીને લેવાથી અન્ય સમસ્યા પણ નહીં થાય.
રોજ જમતાં જમતાં એક ગ્લાસ પાણીમાં એક ચમચી સફરજનનો સરકો નાંખીને પીવાથી પેટ ભારે નહીં લાગે.
જમતાં પહેલાં આદુનો એક ઈંચનો ટુકડો ચાવીને ખાવાથી પાચન સુવાંગ થઈ જશે. રાત્રે સૂતી વખતે એક ગ્લાસ દૂધમાં એક ચમચી સૂંઠ પાઉડર નાંખીને પીવાથી પણ પાચનમાં લાભ થશે.
ભોજનની સાથે તાજા ફુદીનાની ચટણી ખાવાનું રાખશો તો પેટને લગતી સમસ્યાઓ દૂર થઈ જશે. ઉપરાંત બીલીનું શરબત રોજેરોજ એક કપ પીવાથી પણ પાચનતંત્ર સુધરી જાય છે અને પેટની સમસ્યાઓ દૂર થઈ જાય છે.