વારંવાર પેપર લીકની ઘટનાની વિપરીત અસર, માત્ર અરવલ્લીમાં 15 હજાર ઉમેદવારો ગેરહાજર
બિનસચિવાલયની પરીક્ષામાં ઉમેદવારોની નીરસતા..!!
(દિલીપ પુરોહિત. બાયડ),સમગ્ર રાજ્યમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત બિનસચિવાલયની પરીક્ષામાં 15,229 ઉમેદવારો ગેરહાજર રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં 21,270 જેટલા ઉમેદવારો નોંધાયા હતા, જેની સામે માત્ર 6041 જ ઉમેદવારો હાજર રહ્યા હતા.વારંવાર પેપર લીકની ઘટનાઓને લઇને આ વખતે પરીક્ષા કેન્દ્રોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા, જેમાં બનાસકાંઠા જિલ્લાના ઉમેદવારોને અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો ફાળાવવામાં આવ્યા હતા,
જ્યારે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના ઉમેદવારોના નંબર બનાસકાંઠા જિલ્લામાં આવ્યા હતા, જેથી લાંબા રૂટ અને કેટલીક અવ્યવસ્થાઓને કારણે પણ ઉમેદવારોએ પરીક્ષા આપવાનું ટાળ્યું હોવાનું કેટલાક ઉમેદવારોએ જણાવ્યું હતું.છેલ્લા ઘણાં સમયથી પરીક્ષાઓની તૈયારીઓ કરતા ઉમેદવારો જ્યારે પરીક્ષા આપવા જાય ત્યારે પેપર લીક થયાની ઘટનાઓ સામે આવતા પરીક્ષાઓ મોકુફ રહેતી એટલી આવા ઉમેદવારો નાસીપાસ થતાં હતા,
જેથી આ વખતે પરીક્ષાર્થીઓમાં ક્યાંક નીરસતા હોય તેવું લાગ્યું.અરવલ્લી જિલ્લામાં પરીક્ષાને લઇને જિલ્લા વહીવટી તંત્ર અને પોલિસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. ચુસ્ત પોલિસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પરીક્ષા તો સંપન્ન થઇ પરંતુ પરીક્ષાર્થીઓમાં નિરાશા પણ જોવા મળી હતો