વારાણસીના ચૌકાઘાટમાં બે લોકોની ધોળે દિવસે હત્યા
વારાણસી, વારાણસીના ચૌકાઘાટ વિસ્તારમાં આવેલ કાલી મંદિરની નજીક બાઇક પર સવાર બદમાશોએ આજે આડેઘળ ગોળીબાર કરી જાહેરમાં બે લોકોની હત્યા કરી દીધી આ દરમિયાન એક યુવક બદમાશોની ગોળીથી ધાયલ થયો છે જેને મલદહિયા ખાતે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
બાઇક સવાર હટિયા નિવાસી સંજય ચંદૌલી તરફથી બાઇકથી પોતાના સાથી દીપકની સાથે શહેર જઇ રહ્યો હતો ચૌકાઘાટ ખાતે કાલી મંદિર નજીક હોંડા શાઇન બાઇક સવાર બદમાશોએ સંજયને ત્રણ ગોળી મારી ગોળીબારમાં એક ગોળી દીપકની પીઠ પર લાગી છે આ દરમિયાન આ સ્થળેથી પસાર થઇ રહેલ ચૌકાઘાટ વિસ્તારના નિવાસી ટ્રોલી ચાલક બાલ્મિકીને પણ ગોળી વાગ અને તેનું પણ મોત નિપજયુ હતું દીપકને મલદહિયા ખાતે એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ ઘટનાની જાણ થતા જ એસએસપી અમિત પાઠક અને એસપી સિટી વિકાસ ચંદ્ર ત્રિપાઠી ફોર્સની સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતાં હાલ ધટનાના કારણોની માહિતી મળી શકી નથી દીપકની પુછપરછ કરી છે.
ચૌકાઘાટમાં બદમાશોની ગોળીનો શિકાર થયેલ બાલ્મિકીના પરિવારજનો અને સ્થાનિક લોકોએ ટ્રાફિક જામ કરી દીધો હતો પરિવારજનોનું કહેવુ છે બાલ્મિકી બે યુવતીઓ અને એક યુવકનો પિતા હતો બાલ્મિકીની હત્યા બાદ હવે તેમની પત્ની બાળકોનું ગુજરાન કેવી રીતે ચાલશે તમામ વરિષ્ઠ અધિકારીઓની સમક્ષ તેમણે વળતરની માંગ કરી અને પ્રદર્શન કર્યા હતાં.HS