વારાણસીમાં ટ્રેનો ઉપર પથ્થરમારો, તોડફોડ કરાઈ
વારાણસી, રાજ્ય સરકારની અગ્નિપથ યોજના સામે રસ્તા પર ઉતરેલા યુવકોએ લગાવેલી હિંસાની આગમાંથી ખુદ પીએમ મોદીનો મત વિસ્તાર પણ બાકાત રહ્યો નથી. પીએમ મોદીના મત વિસ્તાર વારાણસીમાં પણ યુવાઓને આ સ્કીમ સામે ભારે રોષ દેખાઈ રહ્યો છે.
દેખાવકારોએ વારાણસી રેલવે સ્ટેશન પર દેખાવો કર્યા હતા અને તોડફોડ પણ કરી હતી.તથા ટ્રેન પર પથ્થરમારો પણ કર્યો હતો.દેખાવકારોના ટોળાએ વારાણસીમાં બસ સ્ટેન્ડો પર પણ તોડફોડ મચાવી હતી.
લહરતારા વિસ્તારમાં એક સરકારી બસને પણ નુકસાન પહોંચાડ્યુ હતુ.પોલીસનુ કહેવુ છે કે, વિરોધ કરનારા તમામ વિદ્યાર્થીઓની પોલીસે અટકાયત કરી છે.આમ ખુદ પીએમ મોદીના મત વિસ્તારમાં જ અગ્નિપથ સ્કીમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, સરકારે જ્યારથી આ સ્કીમની જાહેરાત કરી છે ત્યારથી દેશના યુવાઓ અને ખાસ કરીને યુપી અને બિહારના યુવાઓ રસ્તા પર ઉતર્યા છે અને સરકારી સંપત્તિઓને નુકસાન પહોંચાડી રહ્યા છે.SS2KP