વારાણસીમાં પૂર સંબંધિત પરિસ્થિતિને લઈને વડા પ્રધાને માહિતી મેળવી

નવીદિલ્હી: પીએમ મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં પૂર સંબંધિત પરિસ્થિતિને લઈને વડા પ્રધાને વહીવટીતંત્ર પાસેથી વિસ્તૃત જાણકારી લીધી. પીએમ મોદીએ ફોન કરીને સ્થિતિનો તાગ મેળવ્યો અને દરેક સંભવ મદદ આપવાનુ આશ્વાસન આપ્યુ.
રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં થયેલા વરસાદ અને ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે યુપીના કેટલાક જિલ્લામાં નદીઓ તોફાને ચઢી છે. તોફાને ચઢેલી નદીઓના રોષથી વારાણસી પણ બાકાત નથી. વારાણસીમાં ગંગા જાેખમના નિશાનથી ઉપર વહી રહી છે અને હજુ પણ સતત જળસ્તર વધી રહ્યુ છે.
જેનાથી ના માત્ર શહેરી વિસ્તાર પરંતુ ગામમાં પણ જળપ્રલય જેવી પરિસ્થિતિ પેદા થઈ ગઈ છે. શાકભાજીની ખેતી માટે ખાસ મશહૂર વારાણસીના રમના ગામની સ્થિતિ તો એવી છે કે અહીં અડધાથી વધારે ગામ જળમગ્ન થઈ ચૂક્યા છે અને ગામના ખેતરોના મોટા ભાગના વિસ્તારમાં ગંગાનુ પાણી આવવાથી ત્યાં નાવ ચાલી રહી છે. ગ્રામ પ્રધાનની અધ્યક્ષતામાં ગ્રામજનોએ ઘાટ ન બનવાની સ્થિતિમાં ૨૦૨૨ વિધાનસભા ચૂંટણીમાં મતદાનના બહિષ્કારની ચેતવણી પણ આપી દીધી છે.
હવે પીએમ મોદીએ ફોન કરીને સ્થિતિનો તાગ મેળવ્યો છે. વારાણસીના રોહનિયા વિધાનસભાનું રમના ગામ લંકા વિસ્તારમાં આવે છે. પૂરના કારણે પડી રહેલી મુશ્કેલી ગામની લગભગ ૪૦ હજારની આબાદીને વેઠવી પડી રહી છે. ગામને જાેડનાર બે માર્ગ જળમગ્ન થઈ ચૂક્યા છે. માત્ર એક જ માર્ગમાંથી ગામમાં અવરજવર થઈ રહી છે. વારાણસીમાં ગંગામાં સતત પાણીનો વહેણ ચાલુ છે અને ગંગા જાેખમના નિશાનેથી અડધા મીટરથી પણ ઉપર વહી રહી છે.
જેના કારણે રમના ગામનુ આંગણવાડી કેન્દ્ર, સ્વાસ્થ્ય સબ સેન્ટર, સામુદાયિક શૌચાલય અને ગંગા કિનારે અંત્યેષ્ટિ સ્થળ જળમગ્ન થઈ ચૂક્યા છે. ગંગાની ૭૦ ટકા આબાદી શાકભાજીની ખેતી પર જ ર્નિભર કરે છે પરંતુ ગંગામાં આવેલા પૂરના કારણે અડધાથી વધારે ખેતરો ડૂબી ચૂક્યા છે.