Western Times News

Gujarati News

વારાણસીમાં ૫૦ હજાર માટે બાળકનું અપહરણ કરી હત્યા

વારાણસી, ઉત્તર પ્રદેશમાં ઉત્તમ કાયદા અને વ્યવસ્થાના સરકારના દાવાઓ પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે. વારાણસીમાં બદમાશોએ અપહરણ કર્યા પછી માસુમની હત્યા કરી દીધી અને મૃતદેહને ખેતરમાં ફેંકી દીધો હતો. જણાવી દઇએ કે માસુમનું અપહરણ કર્યા બાદ બદમાશોએ લેટર મોકલ્યો હતો અને પરિવાર પાસેથી ૫૦ હજારની ખંડણી માંગી હતી. મળતી માહિતી મુજબ, વારાણસીના સારનાથ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૈગમ્બરપુરમાં રહેતા મંજે કુમારનો ૯ વર્ષીય પુત્ર વિશાલને ૨૯ જાન્યુઆરીએ બદમાશો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. જે બાદ બદમાશોએ ૫૦ હજારની ખંડણી માંગવા પત્ર મોકલ્યો હતો. આ ઘટના બાદ પરિવારે સરનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી પરંતુ પોલીસે મામલો ગંભીરતાથી લીધો ન હતો, જેને પગલે નિર્દોષની હત્યા થઈ હતી.

મંજે કુમારના ઘરેથી મળેલા પત્રમાં બદમાશોએ લખ્યું હતું કે, તમે લોકો ચિંતા ન કરો, તમારો બાળક અમારી પાસે છે. ૫૦ હજાર આપો અને બાળકને લઈ જાઓ. જાે ૧ કલાકમાં પૈસા નહીં મળે તો અમે બાળકને મારી દઈશું. અમારી પાસે મોબાઇલ નથી. મંજેને રૂપિયા આપો અને એકલા ચૌબેપુર રોડ પર મોકલો નહીં તો છોકરાને મારી નાખીશું. વારાણસીમાં માસુમનું અપહરણ કરીને ખંડણી ન મળવાના કારણે હત્યાના મામલે સારનાથ પોલીસ સામ સવાલો ઉભા થયા છે. પરિવારજનોનું માનીએ તો, પોલીસે સમયસર કાર્યવાહી કરી હોત, તો આજે તેમના કાળજાના કટકો જીવતો હોત. અમારા સહયોગી એનબીટી ઓનલાઈન સાથે વાત કરતાં સારનાથ ઈન્સ્પેક્ટર ઇન્દ્ર ભૂષણ યાદવે કહ્યું કે પોલીસે આ મામલે પહેલેથી જ કેસ દાખલ કર્યો હતો. હવે ઘટનાસ્થળ નજીક લાગેલા સીસીટીવી ફૂટેજના માધ્યમથી બદમાશોની શોધખોળ કરવામાં આવી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.