વારાણસી અને જૌનપુરમાં નામચીન હસ્તીઓના ઘર અને ઓફિસમાં આઈટીનું સર્ચ ઓપરેશન
વારાણસી, ઉત્તરપ્રદેશમાં આવેલ વારાણસી અને જૌનપુરમાં આયકર વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અહીયા મોટા વેપારીઓની દુકાનમાં તેમજ તેમના ઘરમાં આયકર વિભાગ દ્વારા રેડ કરવામાં આવી છે.જેમના ત્યા રેડ કરવામાં આવી છે તેમના પર એવા આરોપ લાગ્યા છે કે અમુક રાજકીય પાર્ટી અને નેતાઓને તેઓ રૂપિયા આપતા હતા.
ઉત્તરપ્રદેશમાં હાલ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરતા લાખો કરોડો રૂપિયા જમા કરવા અને લેણદેણ કરવાને લઈને મોટી માહિતી આયકર વિભાગને મળી હતી. જે માહિતીને આધારે આયકર વિભાગની ટીમ દ્વારા સોમવારે સવારથીજ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આયકર વિભાગ સાથે જાેડાયેલા સૂત્રો પ્રમાણે ઘણા બધા જ્વેલર્સ સામે થોડા દિવસ અગાઉ માહિતી મળી હતી.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર ગહના કોઠી જ્વેલર્સ, કૃતિકુંજ જ્વેલર્સના ત્યા પણ આયકર વિભાગ દ્વારા રેડ કરવામાં આવી છે. ગહના કોઢી પોતાને જૌનપુરનાા સૌથી ઉચ્ચ ગુણવત્તાવાળા જ્વેલર્સ નિર્માતા ગણાવે છે. આ જ્વેલરી શોપના પ્રમુખ હાલ વિનીત શેઠ સહિત ઘણા અન્ય પારિવારીક સદસ્યો પણ છે.
બીજી તરફ કૃતિકુંજ જ્વેલર્સના માલિક નન્હેલાલ વર્માના ઘરે અને તેમના અન્ય સ્થળો પર રેડ કરવામાં આવી છે. જેમા દસ્તાવેજાે સહિતના પુરાવાઓ શોધવામાં આવી રહ્યા છે. અગાઉ તેમના જમાઈના ત્યા પણ સીબીઆઈ દ્વારા રેડ કરવામાં આવી હતી. તેમના જમાઈ રેલ્વેમાં અધિકારી છે. જાેકે ૬ મહિના પહેલા તેમના ત્યા રેડ કરવામાં આવી હતી તે સમયે સીબીઆઈને તેમની સામે ઘણા પુરવાઓ મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે હાલ આયકર વિભાગ દ્વારા જે રેડ કરવામાં આવી છે. તેમા સર્ચ ઓપરેશન દરમિયાન કયા કયા પુરવાઓ હાથ લાગે છે તે કાલ સાંજ સુધીમાં ખબર પડશે. જાેકે સૂત્રો દ્વારા એવી માહિતી પણ સામે આવી છે કે આયકર વિભાગને ઘણા મહત્વપૂર્ણ પુરાવાઓ મળ્યા છે. જેમા આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.HS