વારાણસી : ગંગામાં પાણીની સપાટી ભયજનક સ્તર ઉપર
પ્રયાગરાજ, : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં ગંગા અને વરૂમા નદીમાં પાણીની સપાટી સતત ચિંતાજનકરીતે વધી રહી છે. પાણીની સપાટી હવે ખતરાના નિશાનથી માત્ર ૧૬ સેન્ટીમીટરના અંતરે સ્થિત છે.
આજે બુધવારના દિવસે સવારમાં છ વાગ્યા ગંગામાં પાણીની સપાટી ૭૧.૨૪ મીટર સુધી પહોંચી જતા તંત્ર સાબદુ થઇ ગયુ છે. આ સપાટી ભયજનક સ્તરથી માત્ર બે સેન્ટીમીટરના અંતરે સ્થિત છે. બીજી બાજુ પ્રયાગરાજમાં સ્થિત વધારે ખતરનાક બની ગઇ છે. અહીં પુરના પાણી લોકોના ઘરમાં ઘુસી ગયા છે.સ્થિત એ છે કે લોકો દ્વારા હિજરત શરૂ કરી દેવામા આવી રહી છે. લોકો તેમના સગા સંબંધીના આવાસ પર પહોંચી રહ્યા છે. પુરગ્રસ્ત લોકો બેઘર થઇ ગયા છે.
ગંગાની સાથે સાથે વરૂમા નદીમાં પણ પાણીની સપાટી ખુબ ઝડપથી વધી રહી છે. જેના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઇ ગયુ છે. ૫૩ ગામો પણ પુરના સકંજામાં આવી ગયા છે. ૫૩ ગામો પુરના સકંજામાં આવી ગયા છે. ધોધમાર વરસાદ જારી રહેવાના કારણે લોકોની તકલીફ વધી ગઇ છે.
પુરના કારણે શહેરી વિસ્તારોમાં ગંગા અને વરૂણા સાથે જાડાયેલા તમામ નાવા ઓવરફ્લો થઇ ગયા છે. જેથી ડેનેજ વ્યવસ્થા પણ ખોરવાઇ ગઇ છે. વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઇ ગયા છે. પાણીનો નિકાલ કરવામાં સફળતા મળી રહી નથી. સીવેજ ઓવરફ્લો થઇજતા ભારે ખળભળાટ મચી ગયો છે.
ઉત્તરપ્રદેશના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. ગંગા કિનારાના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અનેક વિસ્તારોમાં લોકોના ઘરમાં પણ પાણી ઘુસી ગયા છે. શહેરી વિસ્તારમાં નગવા, સાકેતનગર, ભગવાનપુરા સુધીના વિસ્તારોમાં પાણી ઘુસી ગયા છે. પુરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે વહીવટીતંત્ર દ્વારા નૌકાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જા કે, અસરગ્રસ્તોની સંખ્યા વધારે હોવાના લીધે લોકો પરેશાન થયેલા છે. વરુણા નદીમાં પણ પુરની સ્થિત સર્જાઈ ગઈ છે. વરુણાના કિનારાવાળા વિસ્તારમાં રહેતા લોકો ખુબ મુશ્કેલીમાં આવી ગયા છે.
અહીં ઘરોમાં ૪થી છ ફુટ સુધી પાણી ભરાયા ગયા છે. નદીના રૌદ્ર સ્વરુપથી લોકોમાં વ્યાપક દહેશત છે. તંત્રની સામે પણ પડકારો વધી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વારાણસી અને આસપાસના વિસ્તારોમાં ગંગા અને વરુણા નદીમાં પાણીની સપાટી ચિંતાજનકરીતે વધી રહી છે. ભારે વરસાદના લીધે બચાવ અને રાહત કામગીરીને માઠી અસર થઇ રહી છે.